પુરસા ગામના ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ના મળતાં રોષે ભરાયા
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામના ખેડૂતોને કપાસનો પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો રોષે ભરાયાં હતા.તેમજ કપાસના વેપારી ઉપર ડબલ ભાવ કરવાનો આક્ષેપ મુક્યો હતો.ગત રોજ વેપારી દ્વારા કપાસનો ભાવ ખેડૂતોને ૭૪૦૦ આપવામાં આવ્યો હતો.જ્યારે અમુક લોકોને ૭૧૦૦ ભાવ આપવામાં આવતાં ખેડૂતોએ વેપારી ડબલ ભાવ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.જેથી એક જ ગામમાં કપાસના બે અલગ-અલગ ભાવ બોલતાં પુરસા ગામના ખેડૂતો રોષે ભરાયા હતા.
પુરસા ગામના ભાગોળે કપાસના વેપારી દ્વારા ૭૧૦૦ નું બોર્ડ લગાવતા ખેડૂતો ભાગોળે એકત્રિત થઈ ગયા હતા અને વેપારીની બેધારી નીતિનો વિરોધ કર્યો હતો.તેમજ વેપારી દ્વારા કપાસનો યોગ્ય ભાવ આપવામાં આવશે તો જ અમારો કપાસ વેપારીને આપવામાં આવશે અને જાે કપાસનો યોગ્ય ભાવ નહીં આપવામાં આવે તો ભલે અમારો કપાસ ખરાબ થઈ જાય પરંતુ વેપારીને વેંચીસુ નહીં.વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે કપાસના ઓછા ભાવ મળવાથી અમારી મહેનત અને મજૂરી પણ નીકળતી નથી.વેપારીને કોઈ પણ સંજાેગોમાં સસ્તા ભાવે કપાસ આપવામાં આવશે નહીં.