શહેરા કેશવ ગ્રાઉન્ડ ખાતે આયોજીત કૃષિમેળામાં ગ્રામીણ વિસ્તારના ખેડુતોએ કૃષિલક્ષી માહિતી મેળવી
શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે એન.એફ.એસ. એમ બરછટ ધાન્ય અને એ. આર.જી ત્રણ યોજના અંતગર્ત કૃષિમેળાનું આયોજન કરવામા આવ્યુ હતું.આ કૃષિમેળાને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા ખુલ્લો મુકવામા આવ્યો હતો.જેમા ખેતીવાડી વિભાગ સહિતના અન્ય કૃષિસંસ્થાઓ દ્વારા સ્ટોલો ઉભા કરવામા આવ્યા હતા.શહેરા તાલુકાના સહિત અન્ય તાલુકાના પણ ખેડુતો પણ હાજર રહ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાનો કૃષિ મેળાનું આયોજન કરવામા આવ્યો હતો.અણિયાદ ચોકડી પાસે કેશવ ગ્રાઉન્ડ ખાતે આયોજીત કૃષિમેળામાં શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહી ખુલ્લો મુક્યો હતો. કૃષિમેળામાં વિવિધ કૃષિવિભાગના સ્ટોલો ઉભા કરવામા આવ્યા હતા. જેમા મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા, બાગાયત વિભાગ, પંચામૃત ડેરી, દ્વારા પણ સ્ટોલો ઉભા કરવામા આવ્યા હતા,તેમની મુલાકાત લેવામા આવી હતી.
આ કૃષિમેળામાં તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા,તાલુકા પંચાયતના પદાધિકારીઓ કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ શહેરા તાલુકા સહિત અન્ય તાલુકામાંથી ખેડુતો પણ હાજર રહ્યા હતા. અને કૃષિમેળામાં વિવિધ સ્ટોલોની મુલાકાત લઈને ખેતીને લગતી પણ માહિતી મેળવી હતી.અત્રે નોધનીય છે કે આવા કૃષિમેળાથી ખેડુતો કૃષિપાકો ની સાથે સાથે ઓર્ગેનિક ખેતીની માહિતી મેળવી શકે છે.