Western Times News

Gujarati News

દેશના ખેડૂતો સૌથી મોટા તપસ્વી છે, જેમની પ્રગતિ અને વિકાસમાં કૃષિ પત્રકારોનું મોટું યોગદાન છે : રાજ્યપાલ 

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન યોજાયું

****

:: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ::

Ø  ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ છેપ્રાકૃતિક કૃષિ

Ø  રાસાયણિક ખાતર – દવાના પરિણામે આજે ધાન્યપાકોમાં પોષક તત્વો ઘટયા છે

Ø  હરિત ક્રાંતિના સમયે ધરતીનો ઓર્ગેનિક કાર્બન ૨ થી ૨.૫ ટકા સુધી હતો જે આજે ઘટીને ૦.૨ થી ૦.૪ ટકા થયો છે

Ø  પ્રાકૃતિક કૃષિ નેચરલ વોટર હાર્વેસ્ટિંગનું કામ કરે છે

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પાંચમું રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંમેલન-૨૦૨૪” યોજાયું હતું. ગાંધીનગરમાં હેલિપેડ પ્રદર્શન હૉલમાં રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા આયોજિત આ સંમેલનમાં કૃષિ ક્ષેત્રના પત્રકારોને રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય કક્ષાના કૃષિ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ સંમેલનને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કેઆપણા દેશના ખેડૂતો સૌથી મોટા તપસ્વી છે. તેમની પ્રગતિઉન્નતિ અને વિકાસ માટે કૃષિ પત્રકારોએ ખૂબ મોટું કાર્ય કર્યું છે. તેવી જ રીતે વધુ ખેત ઉત્પાદન માટે કૃષિ વૈજ્ઞાનિકોનો ફાળો પણ અમૂલ્ય છે.

ગ્લોબલ વૉર્મિંગ આખા વિશ્વ માટે ખૂબ મોટી ગંભીર સમસ્યા છેતેમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કેખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓને કારણે ગ્લોબલ વૉર્મિંગમાં વધારો થયો છેએટલું જ નહી પરંતુ રાસાયણિક ખાતર- દવાના કારણે પ્રકૃતિનું સંતુલન જાળવતા જીવ જંતુ – બેક્ટેરીયા નાશ પામ્યા છેજેના પરિણામે આજે ધરતી બંજર બની ગઈ છે. વળીરાસાયણિક ખાતરથી ઉત્પાદિત ખેતપેદાશોના કારણે આજે માણસોમાં કેન્સર જેવી અનેક ગંભીર બિમારીઓ જોવા મળી રહી છે.

રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું હતું કેખેતીમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના વપરાશને કારણે જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ ઘટતાં ઓર્ગેનિક કાર્બન ઓછો થયો છેપ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ વધે છે એટલું જ નહીજમીનના ઓર્ગેનિક કાર્બનમાં પણ ઝડપથી વધારો થાય છે.

હરિત ક્રાન્તિના સમયે સમગ્ર દેશની જમીન જંગલ જેવી ઉપજાઉ હતી. તે સમયે જમીનનો ઓર્ગેનિક કાર્બન ૨ થી ૨.૫ ટકા હતોજે હવે ઘટીને ૦.૨ થી ૦.૪ ટકા થઈ ગયો છે. જેનો અર્થ થાય કે હવે દેશની જમીન બિન ઉપજાઉ બની ચૂકી છે.

રાજ્યપાલશ્રીએ ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતર વિશે જણાવ્યું કે,  રાસાયણિક ખાતરોમાં રહેલો નાઇટ્રોજન હવાના ઓક્સિજન સાથે ભળી નાઈટ્રસ ઓક્સાઈડ બનાવે છેજે કાર્બન ડાયોક્સાઇડથી ૩૧૨ ગણો વધુ નુકશાનકારક છે જે ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર છે.

ગત વર્ષે દેશમાં કરોડો રૂપિયાના યુરીયાની આયાત કરવામાં આવી છે. આપણે કરોડો  રૂપિયા આપીને વિદેશમાંથી ઝેર ખરીદીએ છીએ. તેની સામે જો પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો પ્રકૃતિની સાથે દેશના રૂપિયા પણ બચાવી શકીએ. યુરિયા ખાતરમાં ૪૦-૪૫ ટકા નમક હોય છે જે જમીનને કઠણ અને બિન ઉપજાઉ બનાવે છેજ્યારે પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં અળસિયાની સંખ્યા વધે છેજે નેચરલ વૉટર હાર્વેસ્ટિંગનું કામ કરે છે જેના કારણે જમીનમાં પાણીનું સ્તર પણ ઊંચું આવે છે.

રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કેરાસાયણિક દવા અને ખાતરના કારણે આજે અનાજ-શાકભાજીમાં પોષકતત્વોમાં ૪૦ ટકા જેટલો ઘટાડો આવ્યો છે. રાસાયણિક દવા અને ખાતરથી ઉત્પાદિત અનાજ-શાકભાજી ખાવાથી હવે નાની ઉંમરે હાર્ટ એટેકડાયાબિટીસકેન્સર જેવી બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટવાની સાથે તેમાંથી ઉત્પન્ન થતા ધાન્ય પાકો પણ ઝેરયુક્ત બન્યા છે. આવું અનાજ-શાકભાજી ખાવાથી લોકો કુપોષણનો શિકાર બની રહ્યા છે.

પ્રાકૃતિક કૃષિના ફાયદા જણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેયું કેપ્રાકૃતિક ખેતીથી ખેત ઉત્પાદન વધે છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ધરતીમાં ખૂબ મોટી સંખ્યામાં અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ ઉત્પન્ન થાય છે. આ અળસિયા જમીનને પોચી બનાવે છે અને સૂક્ષ્મ જીવાણુઓ નાઈટ્રોજનપોટાશ જેવા તત્ત્વોને પાકનું ભોજન બનાવે છે. આ ખેતીમાં ગૌ મૂત્ર અને ગોબરથી બનતા જીવામૃત અને ઘનજીવામૃત ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જેથી આરોગ્યપ્રદ ખેતપેદાશોનું ઉત્પાદન થાય છે. તેમણે સૌ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પાછા વળવા આહ્વાન કરીને જણાવ્યું હતું કેપ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વવાન કર્યું છેત્યારે સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે ખૂબ જ જરૂરી છે.

આ તકે એસોસિયેશન ઓફ નેશનલ એગ્રીકલ્ચર જર્નાલિસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગજાનંદ ગિરોલકરે જણાવ્યું હતું કેપ્રાકૃતિક કૃષિના ફેલાવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સતત પ્રયત્નશીલ છે. સમગ્ર દેશના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમણે બીડું ઝડપ્યું છે.

એગ્રી એશિયાના આયોજન અધ્યક્ષ  ડૉ.ભરત પટેલે જણાવ્યું હતું કેરાસાયણિક ખાતરથી પર્યાવરણને ઘણું નુકસાન પહોંચી રહ્યું છેધરતી ફક્ત ઉપરથી જ નહીં અંદરથી પણ પ્રદૂષિત બની રહી છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે.

આ સંમેલનમાં કૃષિ પત્રકારોને રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય કૃષિ પુરસ્કાર એનાયત કરીને સન્માવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા આયોજિત આ સંમેલનમાં એસોસિએશન ઓફ નેશનલ એગ્રીકલ્ચર જર્નાલિસ્ટની રાષ્ટ્રીય પુરસ્કાર પસંદગી સમિતિના અધ્યક્ષ શ્રી વિજયરાવ હુસુકુલેજૈન ઈરીગેશન સિસ્ટમના માર્કેટિંગ હેડ શ્રી જય ઠક્કર તેમજ મોટી સંખ્યામાં કૃષિ પત્રકારોકૃષિ વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.