Western Times News

Gujarati News

વિરમગામમાં કપાસના ભાવમાં છેતરપિંડી મુદ્દે ખેડૂતોનો વિરોધ

વિરમગામ, વિરમગામમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા આજે ખેડૂતોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ખેડૂતઓએ જણાવ્યું હતું કે વિરમગામ એપીએમસીમાં કપાસના ભાવમાં ખેડૂતો સાથે છેંતરપીંડી કરવામાં આવે છે. કેટલીક જીનીંગ મીલ માલિકો દ્વારા ખેડૂતો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે. જેમાં કપાસના કાલા ઉતાર્યા બાદ ૫૦૦ ગ્રામ કાલાના સેમ્પલમાંથી ભાવ નક્કી કરવામાં આવે છે. વેપારીઓ કપાસના જથ્થામાંથી ખરાબ કપાસના કાલામાંથી સેમ્પલ ઉઠાવે છે. ત્યારે વેપારીઓની આ મનમાની સામે ખેડૂતો લાચાર બન્યા છે.

જ્યાં કપાસનું વેચાણ કરવા માટે વેપારીઓ આવે છે ત્યારે આ બાબતે ખેડૂતને પૂછતા ખેડૂતોએ જણાવ્યું હતું કે કપાસને કાલા તરીકે ઓળખવામાં આવે છે. કાલામાંથા ૧૫ કિલો ૧૬ પણ કપાસ નીકળી શકે છે. જાે ૧૫ કિલોની ઉપર કપાસ નીકળે તો તે પ્રમાણેના ભાવ વેપારીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા નથી અને જાે કાલામાંથા ૧૫ કિલોથી નીચે કપાસ નીકળે તો વેપારીઓ દ્વારા પૈસા કાપી લેવામાં આવે છે. ત્યારે વેપારીઓ દ્વારા કાલા ભરેલ ટ્રેક્ટરમાંથી ઈચ્છા પડે ત્યાંથી સેમ્પલ ઉઠાવવામાં આવે છે. જેથી ખેડૂતને ભાવ ન પોષાય તો પણ ખેડૂત પોતાનો માલ બીજે લઈ જઈ શકતો નથી.

કાલા કપાસનો સ્જીઁ માં પણ સમાવેશ કરવામાં આવેલ નથી. ત્યારે ભાવ ન પોષાતા ન હોવા છતાં ખેડૂતો કપાસ વેચવા મજબૂર બન્યા છે. આ બાબતે ખેડૂતે મહારેલી બાબતે જણાવ્યું હતું કે મામલતદારને આવેદનપત્ર આપવાનું છે. વિરમગામથી લઈ રાધનપુર સુધી લોકો દેશી કાલા કપાસની ખેતી કરે છે. અને કાલા તરીકે વેચે છે. વેચવા જાય ત્યારે વેપારીઓએ એનું કર્ટેલ બનાવી ખેડૂતો પાસેથી ૨૦ કિલોએ સાડા ચૌદ કિલોનો ઉતારો માંગે છે અને તો સાડા ચૌદ કિલોથી ઉપર ઉતારો નીકળે તો તેના પૈસા આપવામાં આવતા નથી. તેમજ કપાસનો માલ વેચ્યા બાદ વેપારીઓ દ્વારા ખેડૂતોને ૧૫ દિવસ બાદ પૈસા આપવામાં આવે છે. આ સમગ્ર મામલે અહિંસક રીતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે.SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.