નાશિક અને સોલાપૂર જિલ્લાઓમાં ખેડૂતોએ કાંદાનું નિલામી બંધ કરાઈ
નવી દિલ્હી, સ્થાનિક બજારોમાં કાંદાના ભાવ અચાનક વધી જતાં જનતા તકલીફ ભોગવી રહી છે. કાંદાના ભાવ વધતા રોકવા માટે કેન્દ્ર સરકારે કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વિદેશ વ્યાપારના ડાઈરેક્ટર જનરલ તરફથી આ વિશે વિગત જાહેર કરવામાં આવી છે. સરકારની નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી કાંદાની નિકાસ પર પ્રતિબંધ લાગુ રહેશે. વિદેશમાં કાંદા મોકલી નહીં શકાય.
લ્લેખનીય છે કે, કાંદાની નિકાસ ઘટાડવા માટે સરકારે ગયા ઓગસ્ટ મહિનામાં ૪૦ ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવી હતી. પરંતુ, સરકારના નિર્ણયથી મહારાષ્ટ્રના કાંદા ઉત્પાદક ખેડૂતો ગુસ્સે ભરાય છે.
નાશિક અને સોલાપૂર જિલ્લાઓમાં ખેડૂતોએ કાંદાનું લિલામ બંધ કરી દીધું છે. તે ઉપરાંત નાશિકના ખેડૂતોએ મુંબઈ-આગ્રા હાઈવે પર ‘રસ્તા રોકો’ આંદોલન શરૂ કર્યું છે. નિકાસ પ્રતિબંધને કારણે સ્થાનિક બજારમાં કાંદાના ભાવમાં ૫૦૦-૧૦૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.