ખેડૂતોએ વરસોલા બોરીયા સીમનો પાકો રસ્તો બનાવવા આવેદનપત્ર આપી માંગણી કરી

(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ તાલુકાના વરસોલા તાબેના બોરીયા સીમની વર્ષો જૂની નળી આવેલ છે. આ નળીના રસ્તામાં કાદવ કિચડ સર્જાતા ખેડૂતોને અવર-જવર કરવાની ઘણી જ હાલાકી વેઠવી પડે છે. ત્યારે સત્તાધિશો દ્વારા બોરીયા સીમની નળીમાં પાકો રસ્તો બનાવવા ખેડૂતોમાંથી આવેદન પત્ર આપી માંગણી ઊઠવા પામી છે.
મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામે બોરીયા સીમ વિસ્તારના ખેડૂતોને અવરજવર કરવા વર્ષો જૂની નળી આવેલ છે. આ નળીમાં ચોમાસામાં વરસાદ પડતા પાણી ભરાઈ જવાની વર્ષોજૂની સમસ્યા છે. નળીમાં ભરાતા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય કાદવ કીચડ સર્જાતા અવર-જવર કરવાની વિકટ સ્થિતિ સર્જાય છે.
વરસોલા ગામથી બોરીયા સીમમા અવર-જવર માટે માટી પુરાણ કરી પાકો રસ્તો બનાવવા સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં બોરીયા સીમના રસ્તા નું નિરાકરણ ન થતા ખેડૂતોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. હાલમાં ડાંગર નો પાક તૈયાર થયો છે ત્યારે તૈયાર થયેલ પાક કે પુળીયા ઘાસને ખેતરમાંથી કેવી રીતે લાવવાની વિકટ સમસ્યા છે.
ચોમાસા દરમીયાન આ વિસ્તારમાં રહેતા ખેડુતો બે પગે પણ અવર-જવર કરી શક્તા નથી. આ બોરીયાની નારમાં આગળની પંચાયતે માટી નાખી,નારનો આગળનો ભાગ ઉંચો કરી દીધેલ છે.તેથી પાછળના ભાગમાં આખા ચોમાસા દરમીયાન ૧.૫ થી ૨ ફુટ પાણી ભરાયેલુ રહે છે. આજની તારીખમાં પણ નારમાં કાદવ કીચળ છે.
જેથી અવર જવર શક્ય નથી. જેથી અવર જવર કરવા માટે તથા અમારો માલપાક તૈયાર થઈ ગયેલો હોય તેને બહાર કાઢવા માટે અમો આ વિસ્તારના તમામ ખેડુતો પૈસા ઉઘરાવીને જેસીબી બોલાવેલ તથા આ નાર રિપેરિંગ કરેલ છે.
તથા આગડના ભાગમાં માટીનો ઉંચાણવાળો ભાગ હોવાથીમાટી લઈ ગામમા ભાથીજી મંદીર પાસે કુવેતરા વિસ્તાર જવાના રસ્તા પર કાદવ કીચળ હતું ત્યાં તથા રાવળવાસ પાસે નાખેલ હતી આ રસ્તો સરકાર દ્વારા વ્યવસ્થિત બનાવવામાં આવે તેની માંગ છે.
.