ખેડૂતો ખેત ઓજારો સહીતની સહાય મેળવવા તા. ૫ જૂન, ૨૦૨૩થી ઓનલાઈન અરજી કરી શકશે
રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તથા અદ્યતન કૃષિ વિષયક માહિતી ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ કાર્યરત છે. ખેડુતોને પોર્ટલ પર ખેત ઓજારો-સાધનો, ટ્રેક્ટર,પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન,
ફાર્મ મશીનરી બેંક અને હાઇ ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ માટે અરજીઓ મંગાવી છે. અરજી કરવા ઈચ્છુક ખેડૂતો તા. ૫ જૂન ૨૦૨૩ના રોજ સવારે ૧૦.૩૦ કલાક થી આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું હતું.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, આ વર્ષે અરજીઓ મેળવવાની પ્રક્રિયામાં સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં અરજીઓ ઓનલાઇન થાય અને રાજ્યના તમામ ખેડુતોને આ ઘટકોમાં સહાય મેળવી શકે
તે માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ ખેડૂતમિત્રોએ સંબંધિત કચેરીને મોકલવાના રહેશે.