ખેડૂતોએ ડુંગળીની અંતિમયાત્રા કાઢીને અનોખો વિરોધ નોંધાવ્યો
ભાવનગર, ભાવનગરના ઘોઘા તાલુકાના નેસવડ, મામસા, ઉખલા ગામના ખેડૂતોએ ડુંગળીની અંતિમયાત્રા કાઢીને અનોખો વિરોધ નોંધાવ્યો છે. તો બીજી તરફ મહુવા અને ભાવનગર યાર્ડમાં ડુંગળીની નિકાસબંધીની સીધી અસર જાેવા મળી રહી છે. નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
કેન્દ્ર સરકારે અચાનક જ ડુંગળીની નિકાસ બંધ કરતા ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળવાનું તો દૂર ખોટ ખાવાનો વારો આવ્યો છે. ખેડૂતો છેલ્લા ૨૦ દિવસથી સરકારના નિકાસબંધીના ર્નિણયનો વિરોધ કરી રહ્યા છે. છતાં સરકારે નિકાસબંધી હટાવવાને લઈને હજુ કોઈ ર્નિણય લીધો નથી. ત્યારે ભાવનગરના ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે.
ભાવનગરના ઘોઘા તાલુકાના નેસવડ, મામસા, ઉખલા ગામના ખેડૂતોએ ડુંગળીની અંતિમયાત્રા કાઢીને અનોખો વિરોધ નોંધાવ્યો છે. તો બીજી તરફ મહુવા અને ભાવનગર યાર્ડમાં ડુંગળીની નિકાસબંધીની સીધી અસર જાેવા મળી રહી છે. નિકાસબંધીથી ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. SS3SS