ખેડૂતોને ‘પ્રકૃતિ તરફ પાછા ફરો, પ્રાકૃતિક ખેત દ્વારા જમીન અને જળ બચાવો’ વિષય પર માર્ગદર્શન અને તાલીમ અપાઈ
પ્રાકૃતિક ખેતી માટે ઝાણું ગામના ખેડૂતો સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેએ સંવાદ સાધ્યો
દસક્રોઈ તાલુકાના ઝાણું ગામમાં શ્રી રામ પ્રાકૃતિક ફાર્મ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેએ ખેડૂતો સાથે સંવાદ સાધીને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સાથે આવેલા અધિકારીઓ અને તજ્જ્ઞોએ જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. Farmers were guided and trained on ‘Back to Nature, Save Soil and Water through Organic Farming’
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ (ચેરમેનશ્રી) શ્રી રામફાર્મ ખાતે ખેડૂતોને ‘પ્રકૃતિ તરફ પાછા ફરો, પ્રાકૃતિક ખેત દ્વારા જમીન અને જળ બચાવો’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે અને પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે પ્રોત્સાહન પૂરું પાડવાનું છે.
આ તાલીમ કાર્યક્રમમાં આત્મા પ્રોજેકટના અધિકારી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા જરૂરી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ . તાલીમ કાર્યક્રમમાં શ્રી કે કે પટેલ ( પ્રોજેક્ટ ડાયરેક્ટશ્રી ) અમદાવાદ અને શ્રી અશોકભાઈ રામભાઈ પટેલ (FMT) ઉપરાંત ફાર્મર્સ ફ્રેન્ડ અને આત્મા સ્ટાફ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તેમજ ગાય આધારિત ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમથી ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી પ્રેરણા પૂરી પાડવામાં આવી. આત્માના અધિકારીશ્રી એસ.ડી.ડોડિયા દ્વારા આભાર વિધિથી કાર્યક્રમની પૂર્ણાહુતી કરી. તાલીમના અંતે ૧૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે તૈયારી બતાવી હતી.