બટાકાના પાકમાં લાગેલા રોગને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા
હિંમતનગર, રજૂઆતને પગલે મદદનીશ બાગાયત નિયામક સાથે અધિકારીઓ હડીયોલ અને ગઢોડા ગામના ખેડૂતોના ખેતરે પહોચ્યા હતા. જ્યાં વાવેતર કરેલ પાકના સ્થળે મુલાકાત લઈને તપાસ કરી હતી.આખા ખેતરમાં ચારે તરફ લીલોતરી વચ્ચે સુકારો જોવા મળ્યો હતો.જયારે બાગાયત ટીમે પણ તપાસ કરીને જરૂરી દવાઓનો છંટકાવા કરવા અને પિયત પણ વાતાવરણને લઈને આપવું તેનું સુચન તમામ ખેડૂતોને કર્યું હતું.
રવિ સિઝનમાં હિંમતનગર તાલુકામાં બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે બટાકાની સાઈઝ બનવાના સમયે જ સુકારાનો રોગ આવવાને લઈને ખેડૂતોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે હડીયોલ, ગઢોડા, આકોદરા, કાંકરોલ સહીતના સાત ગામોમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કરેલું છે.
આ વિસ્તારમાં હવે બટાકાના પાકમાં સુકારાનો રોગ લાગ્યો છે.ત્યારે હાલમાં ખેડૂતોએ પણ સુકારાને લઈને વિવિધ દવાઓનો છંટકાવ કર્યો પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. ત્યારે હવે બાગાયત વિભાગ ધ્વારા સલાહ મુજબ દવાનો છંટકાવ કરવાની સલાહ બાદ અમલ કરતા કોઈ પરિણામ ના આવે તો ખેડૂતોને બટાકા કંપનીના ના ખરીદે તો ફેકી દેવાનો વારો આવી શકે છે.
ખેડૂતોએ પણ આ રોગને લઈને થતું નુકશાન માટે સરકારમાં રજૂઆત થાય અને કોઈ વળતર મળે તેવી માંગ કરી છે. કંપનીઓ અને ખેડૂતો વચ્ચે બાગાયત વિભાગ સાંકળ બને અને વાવેતર કરેલો બટાકાનો પાક સાઈઝ નહિ પણ તમામ પાક ખરીદે તેવી રજૂઆત કરી હતી. ખેડૂતોએ સારી કમાણી થાય તેને લઈને બટાકાનું વાવેતર કર્યું હતું. પરંતુ વાતાવરણની અસરને લઈને બટાકાની સાઈઝ બનવાના સમયે રોગ આવતા સાઈઝ અટકી ગઈ છે. તો પાક બચાવવા માટે દવાનો છંટકાવ કર્યો પરંતુ પરિણામ નથી મળ્યું. ત્યારે ખેડૂતો પણ બાગાયત વિભાગને રજૂઆત કરી છે. જેને લઈને ખડુતોને થતા નુકશાનમાં ઘટાડો થઇ શકે છે.