ઉપલેટામાં ડુંગળી પકવતા ખેડૂતોએ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો
રાજકોટ, રાજકોટના ઉપલેટામાં ડુંગળી પકવતા ખેડૂતોએ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે.ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને ડુંગળીની નિકાસબંધી હટાવવા માગણી કરી છે. આ સાથે જ ખેડૂતોએ અનોખો વિરોધ કરતા ઉપલેટા શહેરમાં ડુંગળીનું મફત વિતરણ કર્યું.
રસ્તાઓ પર ડુંગળી ફેંકી છે. ડુંગળીની નિકાસબંધીના કારણે એકદમ ડુંગળીના ભાવ ગગડી ગયા બાદ ખેડૂતો આકરા પાણીએ જાેવા મળી રહ્યા છે. રાજકોટના ઉપલેટામાં ડુંગળી પકવતા ખેડૂતોએ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો છે.
ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને ડુંગળીની નિકાસબંધી હટાવવા માગણી કરી છે.આ સાથે જ ખેડૂતોએ અનોખો વિરોધ કરતા ઉપલેટા શહેરમાં ડુંગળીનું મફત વિતરણ કર્યું. રસ્તાઓ પર ડુંગળી ફેંકી છે. તો ખેડૂત આગેવાનોનું કહેવું છે કે નિકાસબંધીના કારણે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. ખેડૂતો ડુંગળી પશુઓને ખવડાવવા અને મફતમાં ડુંગળી વેંચવા મજબૂર બન્યા છે.
ડુંગળી પકવતા ખેડૂતો હવે રસ્તા પર ઉતરીને પ્રચંડ વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોના પ્રશ્ન મુદ્દે રાજનીતિ પણ પૂરજાેશમાં ચાલી રહી છે. કોંગ્રેસ નેતા લલિત વસોયાએ ખેડૂતોના હિતમાં ર્નિણય લઇને નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લેવાની માગ કરી છે.
તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કેન્દ્રીય કૃષિપ્રધાનને રજૂઆત કર્યાની વાત કરી છે. આ સાથે જ ટુંક સમયમાં ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર ર્નિણય કરશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. SS3SS