ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
ડુંગળીનો ભાવ રૂપિયા ૨૫૦૦ થી ૩૦૦૦ આસપાસ તો છે, પરંતુ તે ખૂબ જ ઓછો ભાવ છે
(એજન્સી)જૂનાગઢ, જૂનાગઢ જિલ્લામાં ડુંગળીનુ વાવેતર ખૂબ પુષ્કળ પ્રમાણમાં થયું છે, ત્યારે ડુંગળીનો પાક જાન્યુઆરી મહિનામાં તૈયાર થઈ જતા માળીયાહાટીના પંથકમાં ખેતરોના ડુંગળી ઉપાડવાનું શરૂ કર્યું છે. પરંતું ડુંગળીના ભાવ સાવ તળિયે બેસી ગયા છે.
માળીયાહાટીના વિસ્તારના ખેતરોમાં ખેડૂતો દ્વારા ડુંગળી ઉપાડવાનું કામ પૂરજાેશમાં ચાલુ થઈ ગયું છે, પરંતું ખેડૂતોને બીક છે કે મહામહેનતે વાવેલી ડુંગળીનું હવે શું કરવું.
જાે કે આ પંથકમાં બધા ખેડૂતો ડુંગળી વાવતા નથી. પણ જે ખેડૂતોએ દિવાળી પહેલા ડુંગળીનું વાવેતર કરેલ છે તેવા ખેડૂતોએ છેલ્લા ચારથી પાંચ દિવસ થયા ડુંગળી ઉપાડવાનું શરૂ કદી કરી દીધું છે. હાલ ખેડૂતોની એવી ફરિયાદ છે કે, અત્યારે ડુંગળીનો પૂરો ભાવ મળતો નથી.
લાઠોદરા પંથકના ખેડૂતોએ જણાવ્યું કે, અમે ૧૨ વીઘામાં ડુંગળીનું વાવેતર દિવાળી પહેલા કર્યું હતું. હાલ ડુંગળી ઉપાડવાનું કામ શરૂ કર્યું છે. ૧૨ વીઘામાં ૮૦ ખાંડી ડુંગળી થઈ છે અને અત્યારે ડુંગળીનો ભાવ રૂપિયા ૨૫૦૦ થી ૩૦૦૦ આસપાસ તો છે. પરંતં તે ખૂબ જ ઓછો ભાવ છે. તો સરકારે ૬ થી ૭ હજાર ખાંડીનો ભાવ મળે તેવી ખેડૂતોની માંગણી છે.