કપાસના ભાવ સાધારણ થતા ખેડૂતોમાં કચવાટ
અમરેલી, રાજ્યમાં અમરેલી જિલ્લો કપાસના વાવેતરમાં અગ્રેસર છે. પરંતુ હાલ ખેડૂતોને સારા ભાવ મળતા નથી. હાલ કપાસના ભાવ ૧૪૫૦ રૂપિયાની આસપાસ છે. કપાસના ભાવમાં ઘટાડો થવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કપાસની ખેતીમાં ખર્ચ વધારે છે.
દવા, ખાતર, મોંઘા બિયારણ અને મજુરી ખર્ચ ખૂબ જ લાગે છે. કપાસનો પાક તૈયાર થયા બાદ ભાવ ન મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળ્યો છે. એક સમયે કપાસના ભાવ ૧૫૦૦ રૂપિયાએ પહોંચી ગયો હતો. હાલ ૧૪૦૦ રૂપિયાથી લઇને ૧૪૫૦ રૂપિયાની અંદર ભાવ મળી રહ્યાં છે. અમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કપાસનું વાવેતર કરવામાં આવે છે અને કપાસનું ઉત્પાદન પણ ખેડૂતો મેળવે છે.
અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું અને હાલ કપાસના ભાવમાં એક સપ્તાહમાં ૨૦ થી ૩૦ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લો કપાસના વાવેતરમાં અગ્રેસર છે. પરંતુ ભાવ પુરતા મળતા નથી. ખેડૂત જગદીશભાઈ મુળાભાઈ પીઠવડી એ જણાવ્યું હતું કે, પોતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ વિઘાથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ સૌપ્રથમ ૧૬૫૧ સુધી ભાવ મળી રહેતા હતા.
પરંતુ હાલ ૧૪૫૦ રૂપિયા ભાવ મળી રહ્યાં છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ૧૪૦૦૦ મણ કપાસની આવક નોંધાઈ હતી અને ૧,૦૦૦ થી ૧,૪૯૫ રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ૨૩,૦૦૦ મણ કપાસની આવક નોંધાઈ હતી.
કપાસનો ભાવ ૧૧૪૦ થી ૧,૪૮૩ રૂપિયા સુધી નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ યાર્ડમાં કપાસનાં પ્રમાણમાં સારા ભાવ છે. જામનગરનાં હાપા યાર્ડમાં ૧૫૦૦ રૂપિયાની આસપાસ કપાસના ભાવ મળી રહ્યાં છે. જ્યારે અમરેલી યાર્ડમાં ખૂબ જ ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નીરાશા જોવા મળી રહી છે.SS1MS