બાજરીનો પાક વરસાદના કારણે નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતો પરેશાન

(પ્રતિનિધિ) નડિયાદ, આ વર્ષે વરસતા વરસાદને જાેતા ડાંગરના પાકની સિઝન સારી હશે તેવું દેખાઈ રહ્યું છે તો બીજી બાજુ ઓછા પાણીએ જે પાક થાય છે જેવા કે બાજરીના પાકને નુકસાન નો ભય સતાવી રહ્યો છે
ખાસ કરીને માતરના ભલાડા ગામની આસપાસ અંદાજે ૪૦૦-વીઘા માં ખેડૂતોએ કરેલ બાજરીનો પાક સતત વરસાદના કારણે નિષ્ફળ જશે તેવી દહેજત ખેડૂતોને છે ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને ડાંગરના પાકને ફાયદો છે પણ જે ખેડૂતોએ બાજરીના પાકનુ વાવેતર કર્યું છે તે ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે.
અવિરત વરસાદ પડતાં બાજરીની વાવણી કરેલ તમામ પાક વરસાદમાં નિષ્ફળ થવાની શક્યતા છે ખાસ કરીને જિલ્લાના માતર પંથકના ભલાડા, હરીપરા, મોતીપુરા, હરસિધ્ધિ માતાના મંદિર પાસેના વિસ્તારમાં ખેડૂતોએ કરેલ બાજરીના પાક સંદતર નિષ્ફળ નીવડ્યો હોવાનું ખેડૂતો કહે છે
અહીંયાના સ્થાનિક ખેડૂત દિનેશભાઈ પટેલ જણાવે છે કે, સતત ૧૬ જુનથી વરસાદ વરસી રહ્યો છે. અમે બે-બે વાર પાક કરવા છતાં બાજરીનો છોડ એક પણ ઉભો રહ્યો નથી. અહીયા અંદાજે ૪૦૦ વીઘા માં થયેલ બાજરીના પાક નિષ્ફળ ગયો છે. એક હેકટર દીઠ અઢીથી ત્રણ હજાર અમે ખર્ચો કરેલો છે. મોટું નુકશાની થઈ હોવાનો અંદાજ છે.
સરકાર દ્વારા યોગ્ય સર્વે કરી યોગ્ય વળતર ચુકવવા માગણી કરી છે.અત્રે નોંધનીય છે કે માત્ર તાલુકામાં સિઝનનો વરસાદ ૬૪૭ એમએમ વરસી ગયો છે તેમજ ઉપરવાસમાં વરસાદ પડતા નદીઓમાં પાણી વધી જતા ભલાડા વિસ્તારમાં જે નીચાણ વાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ જતા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા હતા જેના કારણે પણ પાકને નુકસાન થયું હોવાનું અંદાજ છે