Western Times News

Gujarati News

અતિવૃષ્ટિનો સર્વે કરવા આવેલી કેન્દ્રીય ટીમે ખેતીને મોટું નુકસાન થયાનું સ્વીકાર્યું

રાજ્ય સરકાર મેમોરેન્ડમ આપે પછી સહાય માટે ભલામણ થશે: રાજેન્દ્ર રત્નુ

(એજન્સી)ગાંધીનગર, ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેક્ષણ કરવા માટે ભારત સરકારે મોકલેલી ટીમ પરત દિલ્હી રવાના થઈ છે. શનિવારે દિલ્હી જતાં પૂર્વે નેરનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એનઆઈડીએમના એÂક્ઝક્યુટિવ ડાયરેકટર રાજેન્દ્ર રત્નુએ ગુજરાતમાં ખેતીને મોટું નુકસાન થયાનું સ્વીકાર્યું હતું.

અલબત્ત હજી સુધી ગુજરાત સરારે ખરેખર કેટલું નુકસાન થયું તે અંગેનું કોઈ મેમોરેન્ડમ જ તૈયાર કર્યું નથી એથી એક વખત રાજ્ય તરફથી મેમોરેન્ડમ મળ્યા બાદ કેન્દ્રીય સહાય માટે ભલામણ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ભારત સરકારે ગુજરાતમાં અતિવૃષ્ટિથી સર્જાયેલી તારાજીનો અંદાજ મેળવવા માટે એઆઈડીએમના એÂક્ઝક્યુટિવ ડાયરેકટર રત્નુ સહિત ૭ ઉચ્ચ અધિકારીઓ, તજજ્ઞોની ટીમને ૧૧મી સપ્ટેમ્બરે મોકલી હતી. વિતેલા ચાર દિવસમાં આ ટીમના તજજ્ઞોએ સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, રાજકોટ દેવભૂમિ દ્વારકા, જામનગર, વડોદરા, ખેડા, આણંદ એમ ૯ જિલ્લા અને બે શહેરોની મુલાકાત લીધી હતી.

કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો સાથે બેઠક બાદ આઈએએસ રત્નુ સહિતની કેન્દ્રીય ટીમે શનિવારે વિવિધ વિભાગના સેક્રેટરીઓ સાથે બેઠક યોજીને નુકસાન અંગેના પ્રેઝન્ટેશનો તેમજ પ્રાથમિક અહેવાલોનો અભ્યાસ કર્યો હતો. દિલ્હી પરત જતાં પહેલાં એનઆઈડીએમના એÂક્ઝકયુટિવ ડાયરેકટરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, વડોદરામાં આજવા ડેમ, વિશ્વામિત્રી નદીની સમસ્યો જાણી છે. એ શહેરમાં વેપારીઓને ખાસ્સુ એવું નુકસાન થયું છે.

તદુપરાંત રાજ્યના અન્ય ભાગોમાં ખેતીને પણ મોટું નુકસાન છે. રાજ્ય સરકાર હાલમાં સર્વેક્ષણ કરાવે છે. એટલે હજી સુધી કેટલું નુકસાન થગું તે અંગેનું મેમોરેન્ડમ તૈયાર થયું નથી. રાજ્ય તરફથી મેમોરેન્ડમ મળશે એટલે અમે પણ તેના આધારે ભારત સરકારને આર્થિક સહાય આપવા માટે ભલામણ કરીશું.

ઉલ્લેખનીય છે કે, મેમોરેન્ડમ એ રાજ્ય સરકાર તરફથી ખેતી, વેપાર-ધંધાના સ્થાને, માર્ગ, વીજળી, સરકારી ઈમારતો, માનવીય અને પર્યાવરણીય નુકસાન અંગે સર્વેક્ષણ આધારિત એવો દસ્તાવેજી આધાર છે કે જેનાથી ભારકત સરકાર આર્થિક સહાય પેકેજ અને વિશેષતઃ કાયમી સમસ્યાના ઉકેલ માટે યોજના જાહેર કરવા મદદરૂપ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.