વોશિંગ સોડામાંથી બનાવવામાં આવતું હતું ફરસાણ!
(એજન્સી)રાજકોટ, રાજકોટ ખાણીપીણી માટે પ્રખ્યાત છે. અહીંની ખાણીપીણી માટે લોકો દૂરદૂરથી વખાણ સાંભળીને આવે છે. પરંતું રાજકોટમાં કેવુ ફૂડ પીરસાઈ રહ્યુ છે તે જાણીને તેમને પણ આંચકો લાગશે.
રાજકોટમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો પકડાયો છે. શ્રી રામ ગૃહ ઉદ્યોગમાંથી અખાદ્ય જથ્થો મળી આવ્યો છે. ફરસાણ બનાવવામાં વોશિંગ સોડાનો ઉપયોગ થતો હતો. આરોગ્ય વિભાગ દ્વારા ૮૫૦ કિલો અખાદ્ય ફરસાણ જપ્ત કરાયું છે. તો ૨૦૦ કિલો શિખંડ, ૧૬૦ કિલો મીઠાઈ જપ્ત કરાઈ છે. કુલ ૫૫૦૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે.
રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા શ્રી રામ ગૃહ ઉદ્યોગ આવેલું છે. હાલ તહેવારોની મોસમ હોઈ અને ઉપવાસનો માહોલ હોઈ આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા શ્રીરામ ગૃહ ઉદ્યોગમાં રેડ પાડવામાં આવી હતી.