Western Times News

Gujarati News

રોહિત સુચાંતિની ભાગ્ય લક્ષ્મીમાં ફેશન એ-ગેમ – તમારો ચહિતો દેખાવ ક્યો છે?

આકર્ષક રોહિત સુચાંતિ હાલમાં ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીમાં રિષિ તરીકે જોવા મળ્યો છે, જે બધાને પ્રભાવિત કરવા તૈયાર થયો છે. રોહિત સુચાંતિ એ તેના આકર્ષક અભિનય માટે જ નહીં પણ તેની અદ્દભુત ફેશન સેન્સ માટે પણ જાણિતો છે.

છેલ્લા 3 વર્ષમાં દર્શકો દર્શકોએ રિષીને ડિઝાઈનર સુટ્સના અદ્દભુત સંગ્રહને દર્શાવતા જોયા છે, દરેક પાત્રના વ્યક્તિત્વ અને પ્રસંગને અનુરૂપ રજૂ કરવા બનાવવામાં આવ્યા છે. શોની ક્રિએટિવ ટીમ સાથે મળીને, રોહિત તેના પાત્રને થોડો અંગત સ્પર્શ ઉમેરીને, શો માટે તેના લૂકની સ્ટાઈલમાં પોતાના ઇનપુટ્સ આપવાનું સુનિશ્ચિત કરે છે.

રોહિત કહે છે, “ મને દરરોજ સુટ પહેરવું પસંદ નથી, પણ મને તે પહેરવા ગમે છે. તે અદ્દભુત છે કે, કઈ રીતે એક સરસ ફિટિંગ સૂટ ફક્ત તમારા દેખાવને જ નહીં પણ તમારી માનસિક્તાને પણ બદલાવી શકે છે અને તમારા આત્મવિશ્વાસને વધારી પણ શકે છે.

રિષી એ એક હોટેલિયર પરિવારમાંથી આવે છે અને તેનું બિઝનેસ બેકગ્રાઉન્ડ છે, તો હું પાત્રમાં કંઈક નવું કરવા ઇચ્છતો હતો અને દર એપિસોડમાં એક જ પ્રકારના સૂટ પહેરવાનું પસંદ નથી કરતો. મારી ક્રિએટિવ ટીમ પણ મારા માટે હંમેશા કંઈક નવું કરવા ઇચ્છે છે, તેથી જ વર્ષઓથી, તેઓ રિષીના દેખાવ પર મહેનત કરે છે. અને હવે, રિષી તરીકે જે સુટ તૈયાર કે છે, તે પહેરવા ખૂબ જ ગમે છે, મને મારા પોતાનું વોર્ડરોબ સિલેક્શન છે, જે ફક્ત મારા સુટ્સ અને ટાઈમલેસ ટક્સીડો માટે સમર્પિત છે. હકિકતે તો, હું માનું છું કે, લૂકને એક્સેસરાઈઝ કરવાથી ખરેખર એસેમ્બલ વધારે છે, તેથી વ્યક્તિએ વારંવાર પ્રયોગ કરવો પડે છે.”

સારું છે કે, રોહિતનું તેના પાત્ર પ્રત્યેનું સમર્પણ ખરેખર તેને ઓન અને ઓફ-સ્ક્રીન એક ખરેખર સ્ટાઈલ આઇકોન બનાવે છે. ચાલો તમે પણ તમારો ચહિતો લૂક અમને જણાવો.

આ દરમિયાન, શોમાં દર્શકોને જોવા મળશે કે, કઈ રીતે લક્ષ્મી (ઐશ્વર્યા ખરે) એ તેની દિકરી પાર્વતી (ત્રીશા સારદા)ને ઓબેરોય પરિવારથી દૂર લઈ જવા પ્રયત્ન કરી રહી છે, પણ નીલમ (સ્મિતા બંસલ) એ પાર્વતીની કસ્ટડી માટે તેની સામે કેસ ફાઈલ કરે છે. દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, શું લક્ષ્મી પાર્વતીને લઈ જવામાં સફળ થશે કે નીલમ એ તેને પોતાની સાથે રાખવા માટે કોઈ નવો પ્લાન લઈને આવશે. આગળ શું થશે જાણવા માટે જોતા રહો, ભાગ્ય લક્ષ્મી દરરોજ રાત્રે 8.30 વાગે ફક્ત ઝી ટીવી પર!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.