ફેશન માન્યતા અને મૂલ્યો પ્રદર્શિત કરવાનો પણ એક માર્ગ છે: ભૂમિ પેડનેકર
મુંબઈ, બો લીવૂડની વર્સેટાઈલ અભિનેત્રી ભૂમિ પેડણેકર તેની અભિનય પ્રતિભા ઉપરાંત તેની સતત વિકસતી સ્ટાઈલની જાણકારી માટે પણ પ્રસિદ્ધ છે. અભિનય માટે તેની ધગશ તો મજબૂત છે જ, પણ પેડણેકર હવે ફેશનના વિશ્વમાં પણ પોતાની છાપ છોડવા સક્રિય થઈ છે.
આત્મવિશ્વાસભર્યા વ્યક્તિત્વ અને બેબાક પસંદગી માટે જાણીતી પેડણેકરે છેલ્લા થોડા વર્ષાે દરમ્યાન તેની સ્ટાઈલમાં થયેલા પરિવર્તન અને ફેશનના ક્ષેત્ર વિશે મંતવ્યો રજૂ કર્યા છે. યુવા વયથી જ ભૂમિ ફેશનથી પ્રભાવિત હતી. સ્ક્રીન પર આકર્ષક પહેરવેશ જોઈને તે અંજાઈ જઈને માતાપિતા પાસે પણ એવા પોષાકની માગણી કરતી.
તેની માતા પણ ફેશનની શોખીન હોવાથી ભૂમિને પોતાના કપડા રિસાઈકલ કરીને રચનાત્મક ફેરફાર કરવા પ્રોત્સાહિત કરતી. ફિલ્મમાં પ્રસિદ્ધિ મેળવવા અગાઉ ભૂમિ દિલ્હીના સરોજિની બજારમાંથી પોષાય તેવા સ્ટાઈલીશ પોષાક ખરીદતી.પ્રત્યેક વીકએન્ડમાં તે આવી આઈટમોમાં દરજી પાસે ફેરફાર કરાવતી અને પોતાની પસંદગી મુજબના વિશિષ્ટ આઉટફિટનું સર્જન કરતી.
ભૂમિ માટે ફેશન પોષાક ઉપરાંત રચનાત્મક્તા અને સ્વ-અભિવ્યક્તિનું માધ્યમ છે અને આવી જ વિભાવના તેના ઉછેરમાં પણ વ્યક્ત થાય છે.ભૂમિના મતે ફેશન સૌંદર્યશાસ્ત્રથી એક ડગલુ આગળ સ્વ-અભિવ્યક્તિનું શક્તિશાળી સાધન પણ છે. ભૂમિ માને છે કે ફેશન માન્યતા અને મૂલ્યો પ્રદર્શિત કરવાનો પણ એક માર્ગ છે.
આવો અભિગમ ખાસ કરીને વૈશ્વિક ફેશન ક્ષેત્રમાં વિશેષ કરીને જોવા મળે છે જ્યાં કાન રેડ કારપેટ જેવા કાર્યક્રમો વ્યક્તિઓ માટે પોતાનો અભિપ્રાય અને મત વ્યક્ત કરવાનો તેમજ તેમના કાર્યાે માટે સમર્થન મેળવવાનો મંચ બની ગયા છે.
ભૂમિ ખાસ કરીને ચેર જેવી હોલીવૂડ સ્ટાર અને ભારતીય આઈકન રેખાની ચાહક છે જેમણે પોતાની બેબાક સ્ટાઈલ સાથે ઐતિહાસીક ગણી શકાય તેવા પોષાક ધારણ કર્યા હતા અને નારીવાદ અને સશક્તિકરણનું પ્રતીક બની ગયા હતા. ભૂમિએ રેખા પાસેથી અનેક પ્રેરણા લીધી છે ખાસ કરીને રેખાની ફેશન પસંદગીની ભૂમિ વિશેષ પ્રશંસક છે.
ભૂમિ રેખાના સ્વતંત્રતા અને આત્મવિશ્વાસના ગુણો આત્મસાત કરવા માગે છે. રેખા ઉપરાંત ભૂમિ સોનમ કપૂર, નતાશા પૂનાવાલા અને ઈશા અંબાણીની ફેશન સ્ટાઈલથી પણ પ્રભાવિત થઈ છે.રેખા ભૂમિની પસંદગીની ફેશન પ્રેરણામૂર્તિ છે જેની તે ભરપૂર પ્રશંસા કરે છે.
ફિલ્મ ઉદ્યોગમાં રેખાની સફર, પોતાની ઓળખ બાબતે તેનો બેબાક અંદાજ અને ગ્લેમર પ્રતિ તેની ચાહ ભૂમિની જીવન અને ફેશન પ્રત્યેના દ્રષ્ટિકોણ સાથે મેળ ખાય છે. ભૂમિએ અનેકવાર જાહેરમાં રેખાની પ્રશંસા કરી છે અને તેના કેટલાક ગુણો આત્મસાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, ખાસ કરીને તેની સ્વતંત્રતા અને આત્મવિશ્વાસથી તે ખૂબ જ પ્રભાવિત છે.SS1MS