ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે ચાલતા મીઠાના અગરો દૂર કરવા ઉપવાસ આંદોલન
ભચાઉ પ્રાંત કચેરી દ્વારા અપાયેલી નોટીસ સામે તેઓો હાઈકોર્ટમાંથી કાર્યવાહી સામે સ્ટે મેળવ્યો છે.
સુરેન્દ્રનગર, કચ્છના નાના રણમાં આવેલા ગુડખર અભયારણ્યમ વિસ્તારમાં મોટી માત્રામાં ગેરકાયદે મીઠાના અગરો હોવાની ફરીયાદો ફરીથી સામે આવી છે. ત્યારે આ ગેરકાયદેસર અગરો સામે વિરોધ થવા લાગ્યો છે. વાગડની માતૃભુમી સંરક્ષણ સંસ્થાના ચાર સભ્યોએ રણમાં અનશન આંદોલન શરૂ કર્યા છે.
રાપરના રામવવા ગામના શિવુંભા જાડેજાએ જણાવ્યું હતું કે, માતૃભુમી સદક્ષણ સંસ્થાના નેજા હેઠળ ચિત્રોડ ગામના વિરમ ભુવાજી કિશોરીસિંહ જાડેજા અને કાનેમરના બળદેવ ગેલા રાઠોડ સાથે છેલ્લા ચાર દિવસથી ઘુડખર અને પક્ષીઓના બચાવ માટે ભુમાફીયાઓ સામે અનશન શરૂ કર્યા છે. જયાંસુધી ગેરકાયદે મીઠાના અગરો રણમાંથી કરવામાં નહી આવે ત્યાં સુધી રણમાં વિરોધ યથાવત રાખીશું.
તેમણે જણાવ્યું હતું કે ભચાઉ અને રાપર તાલુકાના રણ વિસ્તારમાં ર૦૦થી વધુ મોટા મીઠાના અગરો આધુનીક મહાકાય મશીનરી સાથે ધમધમી રહયા છે. જેને લઈ વિશ્વની એકમાત્ર જંગલી ઘડેડાની ઘુડપર પ્રજાતીના અસ્તિત્વ ઉપર જોખમ સર્જાયું છે. તેની સાથે રણ વિસ્તારમાં દેશી વિદેશી પક્ષીઓને વસવાટમાં અસર પડી રહી છે. આ માટે સચોટ રીતે સર્વે કરવામાં આવે તો ચોકાવનારી વિગતો સામે આવી શકેતેમ છે.
માટે અબોલ જીવોના હિત માટે રણમાં ગેરકાયદેસર ધમધમતા મીઠાના અગરો દુર થવા જોઈએ. એક તરફ પરંપરાગત અગરીયાઓને વન વિભાગ દ્વારા અભ્યાસના નામે રણમાં જવાની મનાઈ કરાય છે. જયારે બીજી તરફ અસંખ્ય નમક ઉધોગો બેરોકટોક ચાલી રહયા છે. આ પ્રવૃત્તિ બંધ નહી થાય ત્યાં સુધી કોઈ જ સમાધાન કરવામાં આવશે. નહી
આ મામલે રાપર મામલતદાર એસ.કે. પ્રજાપતીના જણાવ્યા અનુસાર અમારા દ્વારા નાના રણ વિસ્તારમાં સ્થળ વીઝીટ કરાઈ હતી. પરંતુ જે સથળે મીઠાના કારખાના હતા તે જગ્યા રેવન્યુ ખાતામાં આવતી નથી. વાસ્તવમાં તે વન વિભાગની રેન્જમાં આવતી હોઈ અનશન માટે અન્ય સ્થળે જવા કહેવાયું હતું. જયારે આડેસર રેન્જના વન અધિકારી જીગર મોદીએ જણાવ્યું હતું કે આ મોટર હાલ કોર્ટમાં ચાલી રહી છે.
મીઠા ઉત્પાદકોએ જમીનના વપરાશી હકક મુજબ કામગીરી ચાલુ રાખી છે. જે અંગે ભચાઉ પ્રાંત કચેરી દ્વારા અપાયેલી નોટીસ સામે તેઓો હાઈકોર્ટમાંથી કાર્યવાહી સામે સ્ટે મેળવ્યો છે. જેની કોર્ટની તારીખ ૩ માર્ચ છે. કોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી કરાશે.