એક લાખ રૂપિયાની લેતી દેતી બાબતે પિતા-પુત્ર પર કુહાડીથી જીવલેણ હુમલો
ચાર સંબંધીઓએ પિતા-પુત્રની ઈકો કારમાં તોડફોડ કરી ધમકી આપી હતી
(એજન્સી) અમદાવાદ, ચાંદખેડામાં પિતા-પુત્ર પર એક લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે ચાર સંબંધીઓએ કુહાડીથી જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી જવા પામી હતી. ચાર સંબંધીઓ પિતા-પુત્રની ઈકો કારમાં તોડફોડ કરી ધમકી આપી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કલોલમાં રહેતા કાજલબેન વાઘેલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે કાજલબેન ફૂગ્ગા અને રમકડાનો વેપાર કરે છે. આજથી ત્રણ મહિના પહેલાં તેમના સગા કાકા નનુભાઈ પરમારને ઉછીના એક લાખ રૂપિયા સસરાએ આપયા હતા. અને તેમને ઉતરાયણ પહેલાં એક લાખ રૂપિયા ચુકવવાનું કહ્યુ હતુ. ગઈકાલે સાંજના સમયે કાજલબેનના સસરાને તેમના કાકા નનુભાઈએ ફોન કરીને કહ્યુહ તુ કે તમે અમદાવાદ આવી જાઓ. આપણે પૈસાનો હિસાબ સમજી લઈએ.આથી કાજલબેન તેમના પતિ અને સાસુ-સસરા સાથે કલોલથી અમદાવાદ ઈકો કારમાં આવ્યા હતા.
કાજલબેન તેમના કાકાના ઘરે આવ્યા ત્યારે તેમના ઘરે કાકા તેમજ આતુભાઈ તથા તેમના બે દિકરાઓ હાજર હતા. અને પૈસાની વાતચીત કરતા હતા. આ સમયેે આતુભાઈએે કાજલબેનના સસરાને પૈસાની વાત કરતાં નહીં અને તમે અહીંથી જતા રહો. નહીં તો તમારી ગાડીના ટાયર ફાડી નાંખીશુ. તેમ કહીને ે ઝઘડો કર્યો હતો. આતુભાઈ તેમજ મુકેશેે ક્યાક્થી કુહાડી લઈ આવી ઈકો કારમાં તોડફોડ કરી હતી. આ વખતે સસરા અને તેમના પતિ રોકવા જતાં કાકા નનુભાઈએ તેમના પર પણ કુહાડીથી હુમલો કર્યો હતો.
નનુભાઈએ કાજલબેનના સસરાને ત્રણથી ચાર ઘા માર્યા હતા.
તેમજ તેમના પતિને માથામાં ઘા મારી દીધો હતો. તમામ લોકોએ ભેગા થઈ કાજલબેન તેમજ તેમના પતિ અને સાસુ-સસરા પર જીવલેણ હુમલો કર્યો હતો. અને મારી નાંખવાની કોશિષ કરી હતી. આ દરમ્યાન આસપાસના લોકો આવી જતાં તેમણે મામલો થોળે પાડ્યો હતો. કાજલબેનેે ે આ અંગે ચાંદખેડામાં સગા કાકા સહિતની વ્યક્તિઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરીયાદના આધારે તપાસ શરૂ કરી છે.