ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં પિતા-પુત્રનું મોત
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકના જામના દ્રશ્યો સર્જાયા હતા
અમદાવાદ, રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અચાનક રિક્ષા વચ્ચે આવી જતા ડમ્પર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રનું સ્થળ પર મોત થયુ જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી હતી.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકના જામના દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રવિવારના સાંજે ૬ઃ૧૫ વાગ્યાના અરસામાં રિક્ષા અને ડમ્પર ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રના મૃત્યુ નીપજ્યું હતું. ૪૪ વર્ષીય પ્રવીણભાઈ ગરસોંધિયા અને ૧૮ વર્ષ પુત્ર મયંક ગરસોંધિયાનું મૃત્યુ થયું છે.
જ્યારે કે પતિ પત્ની સહિત ચાર અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્ત થયેલા જનકબા પરમાર, મધુબેન જાદવ (ઉવ.૪૦), નારણભાઈ જાદવ (ઉવ.૪૩) તેમજ એક અન્ય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા ૧૦૮ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં અચાનક રિક્ષા વચ્ચે ટ્રકની સામે આવી જતા અકસ્માત થયો હતો. થોડા દિવસ પહેલા સુરતમાં કતારગામ વિસ્તારમાં મ્ઇ્જી બસે અકસ્માત સર્જ્યો હતો.
સામે આવેલી વિગતો અનુસાર મ્ઇ્જી બસે બાઈક પર જઈ રહેલા ૯ જેટલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં ૧નું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે અન્યને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલે ખસેડવામાં આવેલા લોકોની હાલત પણ ગંભીર હોવાની માહિતી સામે આવી છે.