Western Times News

Gujarati News

પિતા બોની કપૂર જ્હાન્વીના બોયફ્રેન્ડ સાથે દેખાયા

મુંબઈ, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું શુક્રવાર મુંબઈમાં ઉદ્‌ઘાટન થયું હતું. આ કાર્યક્રમમાં બોલિવુડના સિતારા સ્ટાઈલિશ લૂકમાં જાેવા મળ્યા હતા. દીપિકા-રણવીરથી લઈને પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ તેમજ ગિગી હદીદ જેવા ઈન્ટરનેશનલ સ્ટાર પણ હાજર રહ્યા હતા.

NMACCની અંદર જતાં પહેલા બધા જ સેલિબ્રિટીઝે મીડિયાને પોઝ આપ્યો હતો. જાેકે, જ્હાન્વી કપૂરે મીડિયાને પોઝ આપ્યા વિના સીધા જ અંદર જવાનું પસંદ કર્યું હતું. જાેકે, તેના બોયફ્રેન્ડ શિખર પહારિયાએ મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો.

એટલું જ નહીં તેણે જ્હાન્વીના પિતા બોની કપૂર સાથે ફોટો પડાવ્યા હતા. સોશિયલ મીડિયા પર પાપારાઝી દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં જાેઈ શકો છો કે, બોની કપૂર કાર્યક્રમમાં જ્હાન્વીના કથિત બોયફ્રેન્ડ અને બિઝનેસમેન શિખર પહારિયા સાથે આવતાં જાેવા મળે છે.

તેઓ બંને સાથે પોઝ આપે છે અને થોડી વાતચીત દરમિયાન બંને ખુશહાલ મુદ્રામાં જાેવા મળે છે. બોની કપૂરે ઈવેન્ટ માટે ગ્રે રંગના ફોર્મલ આઉટફિટ પર પસંદગી ઉતારી હતી. જ્યારે શિખર પહારિયાએ વ્હાઈટ શર્ટ, ગ્રીન જેકેટ, બ્લેક પેન્ટ અને બો-ટાઈ પહેરી હતી.

બંને વચ્ચેનું બોન્ડિંગ ઉડીને આંખે વળગે એવું હતું. એવામાં કપલના ફેન્સ વિચારતા થયા છે કે શું જ્હાન્વી અને શિખરના સંબંધને પરિવારની મંજૂરી મળી ગઈ છે? જ્હાન્વી કપૂર પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી. જાેકે, તેણે મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું.

તેણે સોશિયલ મીડિયા પર પોતાના લૂકની તસવીરો શેર કરી હતી. જેમાં તે પર્લના આઉટફિટમાં જાેવા મળી રહી છે. જ્હાન્વી આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઉલ્લેખનીય છે કે, શિખર પહારિયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલકુમાર શિંદેનો પૌત્ર છે.

મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો, જ્હાન્વી અને શિખર અગાઉ રિલેશનશીપમાં હતા પરંતુ તેમનું બ્રેકઅપ થયું હતું. બાદમાં તેમણે ફરી ડેટિંગ શરૂ કર્યું હતું. બંને કેટલીયવાર સાથે વેકેશન, ડિનર ડેટ્‌સ પર જાેવા મળી ચૂક્યા છે. ફેબ્રુઆરીમાં જ્હાન્વી બહેન ખુશી અને પિતા બોની કપૂર સાથે હોલિડે માટે ગઈ હતી. ત્યાં શિખર પણ તેમની સાથે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.