Western Times News

Gujarati News

પિતાએ 24 વર્ષની લાડકી દીકરીના અંગોનું દાન કર્યું

સિવિલમાં ૧૬૧માં અંગદાનમાં બે કિડની, લીવર, બે આંખ ત્રણ પેશી અને સ્કીનનું દાન મળ્યું

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ૧૬૧નું અંગદાન થયું છે. વ્હાલસોઈ દીકરીના પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. આ અંગદાન થકી એક લીવર, બે કિડની બે આખ કોર્નીયા તથા સ્કીનના અંગદાન સાથે કુલ ત્રણ અંગો અને ત્રણ પેશીનું દાન મળ્યું છે. સીવીલ હોસ્પિટલમાં દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૧ અંગદાતા થકી કુલ પર૦ અંગો તેમજ પાંચ સ્કીનનું દાન મળ્યું છે. જેના થકી પ૦૪ વ્યકિતએ જીવનદાન મળ્યું છે.

કચ્છ જીલ્લાનાં અંજાર તાલુકા સ્થિત મોમાયનગરમાં રહેતા જગદીશભાઈ રાજગોરની ર૪ વર્ષીય દીકરી જીનલને બ્રેઈન સ્ટ્રોક થતા ૧૯ ઓગષ્ટે સીવીલ હોસ્પિટલમાં અમદાવામાં લેવાઈ હતી. સીવીલ હોસ્પિટલમાં ર૧મીએ ડોકટરોને જીનલે બ્રેઈનડેડ જાહેર કરી હતી. દર્દી જીનલ અને તેનો પરીવાર કચ્છનો હોવાથી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દીલીપ દેશમુખ દાદા જેમની કર્મભુમી પણ કચ્છ રહી છે.

તેમને આ અંગે જાણ થતા તેઓ સીવીલ હોસ્પીટલમાં આવ્યા હતા. અને જીનલના પિતા સાથે વાત કરી અને અંગદાન વિશે સમજાવ્યા હતા. પરીણામે બ્રેઈનડેડ દીકરી જીનલના પરીવારના સગામાં અને પોલીસ વિભાગમાં કાર્યરત સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઈ દીકરીના બ્રેઈનડેડ હોવાની વાતને સમજી સ્વીકારીર શકયા હતા. ત્યારબાદ તેમણે અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો.

આ અંગે સીવીલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે જીનલના અંગદાનથી મળેલી બે કિડની, એક લીવરને સીવીલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીમાં ગ્રાફટ કરવામાં આવશે. આમ આ અંગદાનથી કુલ ત્રણથી ચાર લોકોની જીંદગી બચાવવામાં સફળતા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.