વહુની હત્યા કરનારા સસરાની પોલીસે આખરે ધરપકડ કરી
જુનાગઢ, જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચણાકા ગામમાં વહુની હત્યા કરનારા સસરાને પોલીસે ઝડપી લીધા હતા અને પૂછપરછમાં તેમણે ચોંકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, ૨૦૧૭માં તેમના દીકરા જયેશ માંડવીયાનું વિજ કરંટના કારણે મોત થયું હતું, જે બાદ તેમના વીમાની ૧૦ લાખની રકમ તેમની પત્ની રસીલાબેનને મળી હતી. Father-in-law arrested for killing daughter-in-law
રસીલાબેન ગામમાં જ રહેતા ભાવેશ ડોબરિયાના ખેતરમાં કામ કરવા જતા હતા. તેઓ વીમાના ૧૦ લાખ રૂપિયા તેની પાછળ વાપરી નાખશે તેવી આરોપી શંભુભાઈ માંડવીયાને આશંકા હતી. જે બાદ તેમણે તેમના મિત્ર દુર્લભ વઘાસિયા સાથે મળીને રસીલાબેનને માથાના ભાગે લાકડીના ભાગે ફટકા માર્યા હતા અને દુપટ્ટાથી ગળે ટૂંપો આપ્યો હતો.
જેના કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને ગૂંગણામણ થતાં સ્થળ પર જ મોત થયું હતું. જે બાદ તેમની લાશને પંખા સાથે લટકાવી દીધી હતી. શંભુભાઈ માંડવીયાએ વહુની હત્યાને આત્મહત્યાના કેસમાં ખપાવવાના ઘણા પ્રયાસ કર્યા હતા. પરંતુ મૃતકના ભાઈ રમેશ લાખાણીને કંઈક ખોટું થયું હોવાની ગંધ આવતાં તેણે પોલીસ સમક્ષ લાશનું પોસ્ટમોર્ટમ કરાવવાની વિનંતી કરી હતી. જેમાં રસીલાબેને આપઘાત નહીં પરંતુ તેમની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.
રસીલાબેનના ભાઈની ફરિયાદ બાદ પોલીસે આરોપી શંભુભાઈ અને તેમના મિત્ર દુર્લભની ધરપકડ કરી હતી. આ દરમિયાન પૂછપરછ કરતાં મુખ્ય આરોપીએ પોતે કરેલા ગુનાની કબૂલાત કરી હતી. રસીલાબેનના લગ્ન વર્ષ ૨૦૦૪માં ચણાકા ગામમાં રહેતા શંભુભાઈના દીકરા જયેશ માંડવીયા સાથે થયા હતા. તેમને બે સંતાનો હતા.
૨૦૧૭માં જયેશભાઈનું નિધન થયું હતું, જે બાદ શંભુભાઈએ રાજીખુશીથી રસીલાબેનના લગ્ન જેતપુર તાલુકાના ચારણીયા ગામમાં કરાવ્યા હતા. તે પતિ સાથે રસીલાબેનને ઝઘડો થતાં તેઓ પોતાની સાસરી ચણાકા સંતાનો સાથે એકલા રહેવા આવી ગયા હતા. બંને બાળકોનું ભવિષ્ય જાેતા રસીલાબેનના ભાઈએ તેમને વિસાવદર તાલુકાના હાજાણી પીપળીયા ગામે ફરી પરણ્યા હતા અને ત્યાં પણ તેમને મનમેળ નહોતો થયો.
ત્યાંથી પણ તેમણે છૂટાછેડા લીધા હતા અને ચણાકા ગામ રહેવા આવી ગયા હતા. એક નહીં પરંતુ બે-બે વખત રસીલાબેન આ રીતે આવતાં શંભુભાઈને વાત પસંદ આવી નહોતી અને બંને વચ્ચે આ માટે ઘણીવાર ઝઘડા થતા હતા. રસીલાબેનનો એક દીકરો સુરતમાં રહે છે, ઘટના બની એ દિવસે તેણે તેમને ફોન કર્યો હતો, જે તેમણે ન ઉઠાવતા આ અંગે મામાને જાણ કરી હતી.
મૃતકના ભાઈ તરત જ તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યાં દરવાજાે બંધ જાેવા મળ્યો હતો. અનેકવાર ખખડાવ્યા બાદ પણ કોઈએ દરવાજાે ખોલ્યો નહોતો અને અંદરથી કોઈ અવાજ પણ નહોતો આવતો. જે બાદ તેમણે ભેંસાણ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે આવીને દરવાજાે તોડતા રસીલાબેનની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી.SS1MS