Western Times News

Gujarati News

પુત્રવધૂ પર ખરાબ નજર રાખતા સસરાની સાસુએ હત્યા કરી

પ્રતિકાત્મક

વહુની આબરુ બચાવવા માટે થઈને સાસુએ પતિની હત્યા કરી નાખી

બદાયૂં, ઉત્તર પ્રદેશના બદાયૂંના બિલ્સી પોલીસ સ્ટેશનમાં ૧૪ ઓગસ્ટે તેજેન્દ્ર નામના ૪૨ વર્ષિય એક શખ્સની રાતે ઘરમાં બહાર સુતી વખતે ફરસાથી ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.

પોલીસે આજે મામલામાં ખુલાસો કરતા તેની પત્નીએ હત્યા કરી હોવાના આરોપમાં ધરપકડ કરીને સનસનીખેજ ખુલાસો કર્યો છે. એટલું જ નહીં પોલીસે તે ફરસી પણ જપ્ત કરી છે, જેનાથી તેજેન્દ્ર સાગરની હત્યા કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક તેનેન્દ્ર પોતાની પુત્રવધૂ પર ખરાબ નજર રાખતો હતો. જેને લઈને ઘણી વાર પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થયા હતા. ઘણી વાર સમજાવવા છતાં પણ મૃતક તેનેન્દ્ર સુધરવા માટે તૈયાર નહોતો. આરોપિત પત્નીએ જણાવ્યું છે કે, તેની પુત્રવધૂના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગભગ એક વર્ષથી મારો પતિ મારી વહુ પર ખરાબ નજરથી જાેઈ રહ્યો હતો.

હકીકતમાં જાેઈએ તો, આ સમગ્ર મામલો ૧૪ ઓગસ્ટની રાતે લગભગ ૩ વાગ્યે થઈ હતી. જ્યારે બિલ્સી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોહલ્લા નંબર ૮માં રહેતા તેજેન્દ્ર પોતાના ઘરની બહાર ગરમીના કારણે સુઈ રહ્યો હતો. રાતમાં તેજેન્દ્રની ફરસાથી ગળું કાપીને હત્યા કરી દીધી. સુતી વખતે હત્યાની જાણકારી જ્યારે સમગ્ર વિસ્તારમાં મળી તો હડકંપ મચી ગયો.

સૂચના મળતા પોલીસ મામલાની તપાસ કરવા માટે તરત આવી ગઈ. તપાસના ક્રમમાં આજે ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે. હકીકતમાં જાેઈએ તો, પોલીસ તપાસમાં મૃતક તેજેન્દ્રની પત્ની મિથિલેશનું નામ સામે આવ્યું હતું. મિથિલેશ સાથે જ્યારે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી તો,

જાણવા મળ્યું કે, તેનો પતિ તેની સાથે દરરોજ મારપીટ કરતો હતો અને પુત્રવધૂ પર ખરાબ દાનત રાખતો હતો. જેનાથી કંટાળીને તેણે ફરસાથી પોતાના પતિની હત્યા કરી નાખી. હાલમાં આરોપી મહિલાને જેલમાં મોકલી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.