સગીર પુત્રએ કરેલા કાર અક્સ્માતને કારણે લાચાર પિતા 9 મહિનાથી જેલમાં બંધ
અકસ્માત કરનાર સંતાન સગીર હોય તો પિતા સામે મનુષ્યવધ ન લાગેઃ હાઈકોર્ટ
અમદાવાદ, ભાવનગરમાં પિતાની સ્વીફટ કાર ગફલતભરી રીતે ચલાવી એક વ્યકિતનું મોત નીપજવાના કેસમાં સગીર વિરૂધ જુવેનાઈલ જસ્ટીસ બોર્ડમાં તમામ સાક્ષીઓ ફરી જતાં છેલ્લા ૯ મહીનાથી જેલમાં બંધ સગીરના પિતા વિરૂધ્ધ નીચલી કોર્ટની કાનુની કાર્યાવાહી હાઈકોર્ટે રદબાતલ ઠરાવી છે.
આ સાથે સગીરીના પીતાને રૂ.રપ હજાર દંડનો આદેશ કરી જેલમાંથી મુકત કરવાનો પણ નિર્દેશકર્યો હતો. હાઈકોર્ટે આપેલા આ ચુકાદામાં નોધ્યું હતું કે સગીરે કાર ચલાવી ગુનો કર્યો હતો. પીતા કાર લચાવતા નહોતા આથી તેમની વિરૂધ્ધ મનુષ્ય સાપરાધ વધ સહીતની કલમો લાગુ પડે નહી. તેમની કોઈ સીધી સંડોવણી પુરવાર થતી નથી. તેથી અરજદારનું વિરૂધ્ધ ભારતીય દંડ સહીતના કલમ -૩૦૪ -૩૦૪ એ લાગુ પડતી નથી.
મોટરવ્હીકલ એકટની કલમ ૧૯૯ એ ની જોગવાઈઓ જોતાં તેમાં ૩ વર્ષની સજા અને રૂ.રપ હજાર દંડ છે. અરજદાર પિતા રૂ.રપ હજાર દંડ ભરવા તૈયાર છે. સગીર વિરૂધ્ધ ચાલી ગયેલ કાનુની કાર્યવાહી દરમ્યાન જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ સમક્ષ સગીર ગાડી ચલાવતો હોવાનુ પુેરવાર થયું નથી. આ પ્રકારના કેસમાં ગાડી ચલાવનારાની ઓળખ મહત્વની હોય છે.
બધા સાક્ષીઓ ફરી જતા આરોપી વિરૂધ્ધ કેસ પુરવાર થતો ના હોઈ તેમની વિરૂધ્ધ ચાલતી નીચલી કોર્ટમાં કાનુની કાર્યવાહી રદબતાલ ઠરાવવામાં આવે છે. જેલમાં રહેલા અરજદાર પિતાના એેડવોકેટ હાઈકોર્ટ સમક્ષ રજુઆત કરી હતી. કે, બધા સાક્ષીઓ ફરી ગયયા છે. તેમજ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે.
સગીર ગાડી ચલાવતો હતો તેવું પુરવાર થયું નથી. સગીરના પિતા ગાડી ચલાવતા ન હતાં કે તેમણે કોઈ અકસ્માત કર્યો ના હોવાથી તેમની વિરૂધ્ધ મનુષ્ય સાપરાય વધ સહીતની કલમો લાગુ પડે નહી.