પિતાએ સાવકી પુત્રી સાથે લગ્ન કર્યાઃ ઘોર કળીયુગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/marriage-1024x635.jpg)
એક તરફ જયાં સમાજમાં દરેક જગ્યાએ સંબંધોની પવિત્રતાની ચર્ચા થાય છે તો બીજી તરફ કેટલીક ખૂબ જ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છેઃ વિડીયો વાયરલ
(એજન્સી)નવીદિલ્હી, દુનિયાભરમાં લગ્નને લઈને અલગ-અલગ રીવાજો અને પરંપરાઓ છે. એક તરફ જયાં સમાજમાં દરેક જગ્યાએ સંબંધોની પવીત્રતાની ચર્ચા થાય છે. તો બીજી તરફ કેટલીક ખુબ જ ચોકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં જ એક પિતાએ તેની સાવકી પુત્રી સાથે લગ્ન કર્યા, જે સમાજમાં નિયમો તોડે છે.
પરંતુ અનેક સવાલો પણ ઉભા કરે છે. બીજી તરફ, એક બહે તેના સગા ભાઈ સાથે ભાગી ગઈ. જેણે સંબંધોની વ્યાખ્યા જ બદલી નાખી છે. આ ઘટનાઓ સાબીત કરે છ. કે આ દુનિયામાં કયારેક કંઈ પણ થઈ શકે છે.
પિતાએ સાવકી પુત્રી સાથે લગ્ન કર્યા આ ઘટના ચોકાવનારી છે. જયારે એક પિતા તેની સાવકી પુત્રી માટે માર્ગદર્શક અને રક્ષક તરીકે હોય છે તે અચાનક તેની સાથે લગ્ન કરે છે. આ માત્ર સંબંધોનું ઉલ્લંઘન નથી. પરંતુ માનવતા અને ન્યાયનું પણ હનન છે.
આ ઘટનાએ એવો સવાલ ઉભો કર્યો છે કે શું સમાજમાં અમુક સંબંધો માત્ર લોહીથી જ જોડાયેલો છે. કે પછી નૈતિકતા અને માનવતાનું પણ કોઈ મહત્વ છે ? આ ઘટનાએ વાતનું પણ પ્રતીક છે. કે કેટલાક લોકો સંબંધોના નામે પોતાના સ્વાર્થને વધુ પ્રાધાન્ય આપવા લાગ્યા છે. પિતાનો તેની સાવકી દીકરી માટેનો પ્રેરમ એઅક ચોકકસ સામાજીક માળખાને નુકશાન પહોચાડી શકે છે.
એક બહેન તેના ભાઈ સાથે ભાગી ગઈ.. બીજી ઘટના વધુ એક ચોકાવનારી ઘટના સામે આઅવી છે. જેમાં એક બહેને તેના જ ભાઈ સાથે લગ્ન કર્યા. બહેને કહયું હું તેની સગી બહેન છુું અને મારા પેટમાં એક બાળક છે. અને મે મારા ભાઈ સાથે લગ્ન કરી લીધા છે. આ માત્ર સંબંધોની પવીત્રતા પર જ સવાલ નથી કરતું, પરંતુ તે સમાજના નૈતિક અને કાયદાકીય માળખાને પણ પડકારે છે.
આ ઘટનાએ આપણને એ વિચારવા મજબુર કરી દીધા છે કે સંબંધોની મર્યાદા કેટલી હદે નકકી કરી શકાય અને શું આપણે અમુક સંબંધોને આપણી ઈચ્છાઓ અઅને સ્વાર્થ માણે બદલવાનો ન્યાસ કરીએ છીએ. આ વીડીયો સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ શમસેરર શેખ ૯ર નામના એકાઉન્ટ પરથી આ વીડીયો પોસ્ટ કરવામાં આવ્યું છે. જેને અત્યાર સુધીમાં ૩૬ મિલીયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.