આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી: દિશા સાલિયાન હત્યા મામલે FIR નોંધવા માંગ

દિશા આપઘાત કેસમાં પૂછપરછ કરવા બોમ્બે હાઈકોર્ટમાં અપીલ
(એજન્સી)મુંબઈ, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના પિતા સતિષ સાલિયાને દિશાના મોતની તપાસ નવેસરથી શરૂ કરવાની માગ કરી છે. જેના માટે તેમણે બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી છે. Father of Disha Salian says ‘Murder, not suicide’, files fresh petition in Bombay HC
અપીલમાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે વિરૂદ્ધ એફઆઈઆર નોંધવા તેમજ કેસ સીબીઆઈને સોંપવાની માગ થઈ છે. દિશાના પિતાએ આરોપ મૂક્્યો છે કે, દિશા સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. દિશા સાલિયાને ૮ જૂન, ૨૦૨૦ના રોજ મલાડની એક બિÂલ્ડંગના ૧૪માં માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતાં.
તે સમયે મુંબઈ પોલીસે તેને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) તરીકે કેસ નોંધી તપાસ બંધ કરી હતી. તેના પરિવારજનોએ આપઘાતનું તથ્ય સ્વીકાર્યું હતું. પરંતુ દિશાની મોતના થોડા દિવસો બાદ ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ સુશાંત સિંહ રાજપૂત પોતાના બાન્દ્રા એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસે તેની મોતને પણ આપઘાતનું નામ આપ્યું હતું.
જો કે, બાદમાં મામલો સીબીઆઈને સોંપાયો હતો. ભાજપ નેતા નિતેશ રાણેએ ત્રણ વર્ષ પહેલાં જ દિશા સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા થઈ હોવાનો આરોપ મૂક્્યો હતો. જો કે, દિશાએ તે સમયે દિકરીને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ મૂકી નિતેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હવે દિશાના પિતાએ બોમ્બે હાઈકોર્ટમાં રજૂ કરેલી નવી અરજીમાં દાવો કર્યો છે કે, પોલીસે તેમને નજરકેદ કરી પોતે રજૂ કરેલા પુરાવાને સ્વીકારી લેવા મજબૂર કર્યા હતાં.