FD પર હવે વ્યાજદરમાં ૦.૧૫ ટકા ઓછું રિટર્ન
નવીદિલ્હી, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિસ્ક્ડ ડિપોઝિટ ઉપર વ્યાજદરોમાં ઘટાડો કરી દીધો છે. બેંક દ્વારા કેટલીક અવધિની એફડી પર મળનાર વ્યાજમાં ૦.૧૫ ટકા સુધીનો ઘટાડો કરી દીધો છે. બે કરોડથી ઓછાની એફડી ઉપર નવા વ્યાજદરો ૧૦મી જાન્યુઆરીથી જ અમલી કરવામાં આવી ચુક્યા છે. બેંક દ્વારા એકથી ૧૦ વર્ષ સુધીની મેચ્યોરિટીવાળા લોંગ ટર્મ એફડી ઉપર વ્યાજદરોમાં ઘટાડો કરી દીધો છે. બેંકની વેબસાઇટ મુજબ એક વર્ષથી વધારેની અવધિવાળી એફડી ઉપર હવે ૬.૧ ટકા વ્યાજ મળશે જે પહેલા ૬.૨૫ ટકા હતો. વરિષ્ઠ નાગરિકો માટે પણ આ દર ઘટાડીને ૬.૭૫ ટકાના બદલે ૬.૬ ટકા કરાયો છે.
નવા દરો લાગૂ કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોની સાથે સાથે વરિષ્ઠ નાગરિકોને પણ નુકસાન થશે. એફડીની વાત કરવામાં આવે તો પહેલા ૭થી ૪૫ દિવસ માટેની અવધિ માટે વ્યાજદર ૪.૫ ટકા હતો જે હાલમાં યથાવત રાખવામાં આવ્યો છે. વધારે સમયની અવધિ માટેના એફડી ઉપર વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બેથી ત્રણ વર્ષની અવધિ માટેના એફડી પર વ્યાજદર ૬.૧ ટકા કરવામાં આવ્યો છે.