કોટક મહિન્દ્રા અને યશ બેંકે એફડીના વ્યાજ દર વધાર્યા
(એજન્સી)મુંબઈ, કોટક મહિન્દ્રા બેંક અને યસ બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બંને બેંકોએ તેમની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દર વધારવાનો ર્નિણય કર્યો છે. કોટક મહિન્દ્રા બેંકે તેની વિવિધ મુદતની એફડીપર વ્યાજ દર વધારવાનો ર્નિણય કર્યો છે.
બેંકે તેની ૨ કરોડથી ઓછી ડિપોઝીટ સ્કીમ પર વ્યાજ દર વધારવાનો ર્નિણય કર્યો છે. બેંક ૭ થી ૧૦ વર્ષ સુધીની એફડીપર ૨.૫૦ ટકાથી ૫.૯૦ ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે. આ નવા દરો ૧૦ ઓગસ્ટ ૨૦૨૨થી અમલમાં આવ્યા છે.
તે જ સમયે, દેશની અન્ય એક મોટી ખાનગી ક્ષેત્રની બેંક એટલે કે યસ બેંકે પણ તેની ૨ કરોડ રૂપિયાથી ઓછીની એફડીપર વ્યાજ દર વધારવાનો ર્નિણય કર્યો છે. બેંક તેના ગ્રાહકોને ૭ દિવસથી ૧૦ વર્ષ સુધીની એફડીપર ૩.૨૫ ટકાથી ૬.૭૫ ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
આ નવા દર ગઈકાલથી એટલે કે ૧૦ ઓગસ્ટ ૨૦૨૨થી અમલમાં આવ્યા છે. આરબીઆઈના રેપો રેટમાં વધારો થયો ત્યારથી, ઘણી બેંકોએ તેમના એફડીના વ્યાજ દરોમાં સતત વધારો કર્યો છે.