Western Times News

Gujarati News

રણવીરની વેનિટીમાં જતા લાગે છે ડર: પરિણીતિ ચોપડા

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી રણવીર સિંહ હંમેશા પોતાના કપડાને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આજકાલ રણવીર પોતાના ન્યૂડ ફોટોશૂટને કારણે છવાયેલો છે.

ઘણા લોકોએ તેની પ્રશંસા કરી તો કોઈ તેને ટ્રોલ કરી રહ્યા છે. આ વચ્ચે કો-એક્ટર પરિણીતિ ચોપડાનું એક ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે જણાવ્યું કે તે રણવીર સિંહની વેનિટી વેનમાં ન જઈ શકે. તેને અભિનેતાની વેનિટી વેનમાં જતા ડર લાગે છે અને તેની પાછળ જે કારણ જણાવ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો. તેણે એક્ટર વિશે એવો ખુલાસો કર્યો કે દીપિકાને પણ ઝટકો લાગી શકે છે.

પરિણીતિ ચોપડાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેણે ઘણીવાર રણવીર સિંહને કપડા વગર જાેયો છે. તમને જણાવી દઈએ કે પરિણીતિ અને રણવીર એક સાથે ઘણી ફિલ્મોમાં જાેવા મળી ચુક્યા છે. તેણે ડેબ્યૂ ફિલ્મ પણ રણવીર સાથે કરી હતી. જેણે જણાવ્યું હતું કે તે કોઈપણ વેનિટીમાં આરામથી જતી રહેતી. પરંતુ રણવીરની વેનિટીમાં જતા પહેલા વિચારવુ પડતું હતું. કારણ કે રણવીર હંમેશા કપડા વગર રહે છે.

અભિનેત્રીએ કહ્યું કે, ઘણીવાર એવું થયું છે, જ્યારે તેણે રણવીરને કપડા વગર જાેયો છે. પરિણીતિ ચોપડાએ તે પણ જણાવ્યું કે તે એકવાર મેકઅપ કરી રહી હતી, ત્યારબાદ પાછળ ફરીને જાેયુ તો રણવીરે પેન્ટ ઉતારીને રાખ્યું હતું.

પરિણીતિનું કહેવું છે કે રણવીરને પબ્લિકમાં પોતાનું પેન્ટ ઉતારવું સારૂ લાગે છે અને લાગે છે કે પરિણીતિ કંઈ ખોટું કહ્યું નથી. જાે વાત કરીએ રણવીર સિંહના વર્કફ્રંટની તો તે જલદી ફિલ્મ રોકી અને રાની ની પ્રેમ કહાની અને સર્કસમાં જાેવા મળશે.

અભિનેતાની ફિલ્મ રોકી અને રાની કી પ્રેમ કહાની વર્ષ ૨૦૨૩માં રિલીઝ થશે. પરિણીતિ ચોપડાના વર્કફ્રંટની વાત કરીએ તો તે સૂરજ બડજાત્યાની ફિલ્મ ઉંચાઈમાં જાેવા મળવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.