Western Times News

Gujarati News

સિંઘમના પાવર સામે ‘ભૂલ ભુલૈયા ૩’નું સુરસૂરિયું થવાની આશંકા

મુંબઈ, ૨૦૧૨માં અજય દેવગને શાહરૂખની ‘જબ તક હૈ જાન’ સામે કમિશનમાં રજૂઆત કરી હતી, ૨૦૨૪માં અજયની ફિલ્મ સામે જ સ્પર્ધાત્મકતાને દબાવવાની ફરિયાદ આ વર્ષની દિવાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ફિલ્મ રસિકો માટે યાદગાર રહેવાની છે.

બોક્સઓફિસ પર બે બ્લોકબસ્ટર ફિલ્મોની સીક્વલ વચ્ચે સીધી ટક્કર થવાની છે. ‘સિંઘમ અગેઈન’ અને ‘ભૂલ ભુલૈયા ૩’ વચ્ચે સીધી ટક્કર રોકવા માટે બંને ફિલ્મના મેકર્સે પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ પોતાની રિલીઝ ડેટમાં ફેરફાર કરવા તૈયાર ન હતું. આખરે નિર્ણાયક ઘડી આવી પહોંચી છે અને ખરી લડાઈ શરૂ થતાં પહેલાં ‘સિંઘમ’નો હાથ ઉપર હોય તેમ જણાય છે.

કારણ કે ‘ભૂલ ભુલૈયા ૩’ને રિલીઝ માટે ઓછા સ્ક્રિન મળવાની ભીતિ છે. કારણ કે મોટાભાગના સ્ક્રિન પર ‘સિંઘમ અગેઈન’નો પંજો પડી ચૂક્યો છે. ‘ભૂલ ભુલૈયા ૩’નું સુરસૂરિયું ન થાય તે માટે પ્રોડ્યુસર ટી-સિરીઝ દ્વારા સ્ક્રિન એલોકેશન મામલે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

કાર્તિક આર્યનની હોરર કોમેડી ‘ભૂલ ભુલૈયા ૩’ અને અજય દેવગનની ‘સિંઘમ અગેઈન’ વચ્ચેની સીધી લડાઈ પર દરેકની નજર છે. બંને ફિલ્મની ટીમે દિવાળીએ મહત્તમ ઓડિયન્સને આકર્ષિત કરવામાં કોઈ કચાશ રાખી નથી.

આમ છતાં ‘ભૂલ ભુલૈયા ૩’ની સફળતા બાબતે પ્રોડ્યુસર ટી-સિરીઝ ચિંતિત હોય તેમ જણાય છે. પ્રોડક્શન હાઉસ દ્વારા આ મામલે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને બંને ફિલ્મોને સરખા સ્ક્રિન મળે તેવી માગણી કરી છે. રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી ‘સિંઘમ અગેઈન’ને પીવીઆર આઈનોક્સમાં ૬૦ ટકાથી વધુ સ્ક્રિન મળ્યા હોવાનું મનાય છે.

કેટલાક સિંગલ સ્ક્રિન પર ‘ભૂલ ભુલૈયા ૩’ માટે ખાલી મો‹નગ શોના સ્લોટ જ ખાલી રખાયા છે. રિલીઝની શરૂઆતથી જ ‘સિંઘમ અગેઈન’ના સ્ક્રિન વધારે હોય તો તેને ‘ભૂલ ભુલૈયા ૩’ કરતાં વધુ લાભ થવાનું નિશ્ચિત છે.

આ સ્થિતિના પગલે બંને ફિલ્મોને સરખા સ્ક્રિન મળવા જોઈએ તેવી રજૂઆત કમિશન સમક્ષ થઈ છે. દેશમાં તંદુરસ્ત સ્પર્ધા જળવાઈ રહે અને તેના થકી ગ્રાહકોનું હિત જળવાય તે માટે કોમ્પ્ટિશન મકિશન કામ કરે છે.

કમિશન સમક્ષ કરેલી આ રજૂઆત ‘ભૂલ ભુલૈયા ૩’ને કેટલી માફક આવે છે તે કહેવું અઘરું છે. ૨૦૧૨ના વર્ષમાં અજય દેવગને આ જ પ્રકારની રજૂઆત કમિશન સમક્ષ કરેલી હતી. તે સમયે અજય દેવગનની ‘સન ઓફ સરદાર’ અને શાહરૂખની ‘જબ તક હૈ જાન’ વચ્ચે સીધી ટક્કર હતી. શાહરૂખની ફિલ્મને વધારે સ્ક્રિન મળી હતી, જેના કારણે અજય દેવગને સમાન સ્ક્રિન માટે કમિશન સમક્ષ રજૂઆત કરી હતી. કમિશને દેવગનની રજૂઆત ધ્યાને લેવા ઈનકાર કર્યાે હતો.

૨૦૨૪માં અજય દેવગનની ફિલ્મ સામે રજૂઆત થયેલી છે ત્યારે પહેલી નવેમ્બરનો દિવસ આ બંને ફિલ્મો માટે નિર્ણાયક બની રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.