૨૦૨૩માં વૈશ્વિક મંદીની આશંકા: યુરોપમાં મોંઘવારી દર ૫૭ ટકા સુધી પહોંચી શકે

નવીદિલ્હી, કોરોનાના આગમન બાદ વિશ્વમાં ખમતીધર દેશોની દશા કફોળી બની ગઇ છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ચીન, સ્પેન સહિતના વિકસિત દેશોમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુઇએફ)ના મુખ્ય અર્થશાસ્ત્રીઓ પૈકી મોટાભાગનાઓએ ૨૦૨૩માં વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરી છે.
લગભગ બે તૃતિયાંશ મુખ્ય અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ૨૦૨૩માં વૈશ્વિક મંદીનો ખતરો છે. જેમાંથી ૧૮ ટકા તેને કન્ફર્મ માને છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં ગત સર્વેક્ષણની તુલનાએ મંદીની આશંકા વ્યક્ત કરનારા અર્થશાસ્ત્રીઓની સંખ્યા બમણા કરતાં પણ વધારે છે. ડબલ્યુઇએફએ મંગળવારે એક પ્રેસનોટમાં તેની માહિતી આપી હતી.
તેમના અનુસાર વૈશ્વિક અર્થવ્યવસ્થા હાલ જારી ભૂ-રાજકીય તણાવને કારણે ખરાબ રીતે પ્રભાવિત થઇ રહી છે. અર્થશાસ્ત્રીઓએ અમેરિકા અને યુરોપમાં વધારે નાણાંકીય તંગીનું પણ અનુમાન વ્યક્ત કર્યુ છે. આ નિષ્કર્ષ ‘ચીફ ઇકોનોમિસ્ટ આઉટલુક ઃ જાન્યુઆરી ૨૦૨૩’ નામક રિપોર્ટમાં જાહેર કરાયું છે.
આ રિપોર્ટ ડબલ્યુઇએફની પાંચ દિવસીય વાર્ષિક બેઠક દરમિયાન જાહેર કરવામાં આવ્યો. ડબલ્યુઇએફએ કહ્યું કે એક મજબૂત સામાન્ય સહમતિ છે કે ૨૦૨૩માં આર્થિક વિકાસની સંભાવનાઓ ધૂંધળી છે, ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં. તમામ મુખ્ય અર્થશાસ્ત્રીઓએ યુરોપમાં ૨૦૨૩માં નબળી કે અત્યંત નબળી વૃદિ્ઘની આશંકા વ્યક્ત કરી છે.
૯૧ ટકા અર્થશાસ્ત્રીઓએ અમેરિકી અર્થવ્યવસ્થાના અત્યંત ખરાબ પ્રદર્શનની આશંકા વ્યક્ત કરી છે. ચીન પર આ અર્થશાસ્ત્રીઓનું અનુમાન૫૦ઃ૫૦નું હતું. વધતી મોંઘવારી પર ડબલ્યુઇએફના મુખ્ય અર્થશાસ્ત્રીઓએ ૨૦૨૩માં અલગ-અલગ ક્ષેત્રો માટે અલગ-અલગ અનુમાન વ્યક્ત કર્યું છે. જ્યાં ચીન મામલે આ અનુમાન પાંચ ટકા છે ત્યાં યુરોપ માટે ૫૭ ટકા મોંઘવારી દરની વાત કહેવામાં આવી છે.
કેન્દ્રીય બેન્કના કડક વલણના એક વર્ષ પછી મુખ્ય અર્થશાસ્ત્રીઓને આશા છે કે આ વર્ષે વિશ્વના મોટાભાગના વિસ્તારોમાં નાણાંકીય નીતિમાં સ્થિરતા જાેવા મળશે.HS1MS