વરસાદ બાદ ગુજરાતના આ જિલ્લામાં તીડના આક્રમણનો ભય

પ્રતિકાત્મક
બનાસકાંઠામાં તીડના આક્રમણનો ભય થરાદ, વાવ અને સુઈગામ પંથક એલર્ટ -ચારડા અસારા, સુઈગામ, જલોયા માધપુરામાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો
વાવ, રાજસ્થાનમાં તીડ આવવાથી બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વાવ-થરાદ સહિત સુઈગામ તાલુકામાં ચાર વર્ષ બાદ પુનઃ તીડનો આતંક મચાવે એવા એંધાણ વચ્ચે તીડ નિયંત્રણ ટીમ દ્વારા સરહદી થરાદ તાલુકાના ચારડા, વાવ તાલુકાના અસારા અને સુઈગામ તાલુકાના સુઈગામ, જલોયા અને માધપુરા ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો
અને વધુ એક વખત કુદરતના સંકટ પહેલાં તંત્ર દ્વારા સર્વે ચાલુ કરાયો છે. હાલમાં ચોમાસુ પાકમાં મગ, મઠ, જુવાર, બાજરી, મકાઈ અને ઘાસચારાનું વાવેતર કરેલું હોઈ જાે તીડ પડે તો સંપૂર્ણ પાકનો સફાયો થઈ જાય તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.
રાજસ્થાનમાં તીડ આવતાં બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં તીડ આવવાના સંકટને લઈને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જાેકે તીડ નિયંત્રણ ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહયો છે વર્ષ ર૦ર૦માં સરહદી વાવ તાલુકામાં ૧.પ હેકટર શિયાળુ પાક જીરુ, રાયડો, વરિયાળી, ઈસબગુલ,
એરંડા, ઘઉં, સહિત દડામનો સફાયો થતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. દરમિયાન વધુ એક વખત સરહદી થરાદ તાલુકાના ચારડા વાવ તાલુકાના અસારા ગામ અને સૂઈગામ તાલુકાના જલોયા, સુઈગામ અને માધુપુરા ગામે તીડ નિયંત્રણ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. જાેકે તંત્ર દ્વારા બનાસકાંઠામાં તીડ આવવાનો કોઈ ચોક્કસ સમય નહિ હોવાનું જાણવા મળ્યું છે.