Western Times News

Gujarati News

પ્રિયંકાની ‘સિટાડેલ ૨’ને માર્વેલની ફિલ્મોની માઠી અસર થવાનો ડર

મુંબઈ, માર્વેલના ફૅન્સ ઘણા ઉત્સાહિત છે, કારણ કે માર્વેલ ફ્રેન્ચાઇઝીની ફિલ્મોના જાણીતા ડિરેક્ટર્સ ભાઈઓની જોડી રૂસો બ્રધર્સે ગયા અઠવાડિયે જાહેરાત કરી છે કે તેઓ રોબર્ટ ડાઉની જુનિયર સાથે માર્વેલ સિનેમેટિક યુનિવર્સની આગામી ફિલ્મ ‘એવેન્જર્સ ડૂમ્સ ડે’ અને ‘એવેન્જર્સઃ સિક્રેટ વોર્સ’ સાથે માર્વેલની દુનિયામાં પાછા ફરી રહ્યા છે.

ત્યારે બીજી તરફ તેઓ પ્રિયંકા ચોપરાની ‘સિટાડેલ ૨’ માટે શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં પ્રિયંકા સાથે રિચર્ડ મેડન લીડ રોલમાં જોવા મળશે.

પ્રિયંકાની સિટાડેલની પહેલી સીઝન ખાસ ચાલી નથી, ત્યારે હવે સિરીઝની કાસ્ટ અને પ્રિયંકાના ફૅન્સને તેની બીજી સીઝન સાથે ઘણી અપેક્ષાઓ છે. ભલે રૂસો બ્રધર્સે સ્પાય થ્રિલર સિટાડેલનું કામ પહેલાં શરૂ કર્યું હોય તેમ છતાં માર્વેલ યુનિવર્સના જટિલ વિષયો અને તેની વૈભવી સ્ટોરી અને દુનિયાના કારણે ફૅન્સને ડર છે કે તેની અસર સિટાડેલ પર પડશે. એમસીયૂની લોકપ્રિયતા પાછળ રૂસો બ્રધર્સનો ફાળો ઘણો મોટો મનાય છે.

જેઓ ‘એવેન્જર્સ એન્ડગેમ’ જેવી સફળ ફિલ્મો આપી ચૂક્યા છે. હવે ‘સિટાડેલ ૨’માં પણ તેમનું યોગદાન મહત્વનું માનવામાં આવે છે. શરૂઆતમાં તેઓ આ સિરીઝનાં બધાં જ એપિસોડ ડિરેક્ટ કરાવાના હતાં પણ હવે એમસીયૂમાં તેઓ પાછા ફરતાં કદાચ તેમની પ્રાથમિકતાઓ બદલાય તેવી શક્યતા છે.

કારણ કે હવે જો સિટાડેલના ત્રણ કે ચાર એપિસોડ જ ડિરેક્ટ કરશે, જોકે, હજુ એ પણ સ્પષ્ટ નથી કે આ સીઝનના કેટલાં એપિસોડ હશે. એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે રૂસો બ્રધર્સને માર્વેલની ફિલ્મો માટે ૮૦ મિલિયન ડોલર મળી રહ્યા છે, અને તેઓ આ ફિલ્મોને પ્રોડ્યુસ પણ કરી રહ્યા છે.

બીજી તરફ સિટાડેલની પહેલી સીઝનને મળેલા પ્રતિસાદને કારણે તેઓ ફરી માર્વેલને પ્રાથમિકતા આપતા હોવાની પણ ચર્ચાઓ ચાલી છે. એક માહિતિ એવી પણ છે કે માર્વેલની એક ફિલ્મ ૧ મે ૨૦૨૬ ના રોજ રિલીઝ થશે અને બીજી ફિલ્મ ૭ મે ૨૦૨૭ના દિવસે, જ્યારે સિટાડેલની બીજી સીઝન ક્યારે સ્ટ્રીમ થશે તે અંગે હજુ કોઈ જ માહિતિ નથી.

પ્રિયંકા ચોપરા જાહેર કરી ચૂકી છે કે તે ‘ધ બ્લફ’નું શૂટ પૂરું કરીને ‘સિટાડેલ ૨’નું કામ શરૂ કરશે, ત્યારે હવે રૂસો બ્રધર્સ તેનું શૂટ વહેલું શરુ કરી રહ્યાં છે કે કેમ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થતી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.