Western Times News

Gujarati News

ઈઝરાયેલના હુમલાથી ડરીને હિઝબુલ્લાએ પ્રથમ વખત સીઝ ફાયરની માંગ કરી

(એજન્સી) બૈરુત, લેબેનોનમાં ઈઝરાયલના હુમલા વચ્ચે હિઝબુલ્લાએ સીઝ ફાયરની માંગ કરી છે. એક અહેવાલ મુજબ આ પ્રથમ વખત છે કે જયારે હિઝબુલ્લાએ જાહેરમાં સીઝ ફાયરનું સમર્થન કર્યું છે અને ગાઝામાં યુદ્ધને રોકવાની કોઈ શરત પણ રાખી નથી.

લેબેનોનના મેરૂન અલ -રાસમાં ઈરાન ગાર્ડન પાર્કના ખંડેર પર ઈઝરાયલના સૈનિકોએ પોતાનો ધ્વજ લહેરાવ્યો છે જો કે આ ધ્વજ ક્યારે લગાવવામાં આવ્યો હતો તે જાણી શકાયું નથી.

હમાસને ટેકો આપતાં હિઝબુલ્લાએ ગયા વર્ષે ૮ ઓકટોબરે ઈઝરાયલ પર એરસ્ટ્રાઈક કરી હતી. હિઝબુલ્લાના નાયબ ચીફ નઈમ કાસિમે મંગળવારે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા પર ભાષણ પણ કર્યું હતું.

કાસિમે કહ્યું કે હિઝબુલ્લાહ લેબેનીઝ સંસદના સ્પીકર નબીહ બેરી દ્વારા સીઝ ફાયરના પ્રયાસોનું સમર્થન કરે છે. એકવાર સીઝ ફાયર થશે પછી અન્ય બાબતો પર ચર્ચા થશે. હિઝબુલ્લાએ અગાઉ કહ્યું હતું કે તે ગાઝામાં સીઝ ફાયર થશે ત્યારે જ ઈઝરાયલ પર હુમલા બંધ કરશે.

બીજી બાજુ ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હિજબુલ્લાનાવડા હસન નસરલ્લાહનો ઉત્તરાધિકારી હાશેમ સૈફીદીનના મોતની પૃષ્ટિ કરી છે ટાઈમ્સ ઓફ ઈઝરાયલ જણાવ્યા મુજબ ગયા અઠવાડિયે બૈરુતમાં થયેલી એક એરસ્ટ્રાઈકમાં સૈફીદીન માર્યો ગયો હતો.

નેતન્યાહુ પહેલા સંરક્ષણ પ્રધાન યોવ ગેર્લેટ પણ ગઈકાલે સાંજે તેના મૃત્યુનો દાવો કર્યો હતો. ર૭ સપ્ટેમ્બરના રોજ હિઝબુલ્લાના વડા નસરલ્લાહ ઈઝરાયલની એરસ્ટ્રાઈકમાં માર્યા ગયા પછી સેફીદીનને આગામી ચીફ માટે અગ્રણી દાવેદાર માનવામાં આવતો હતો.

તે છેલ્લા ૩૦ વર્ષોમાં હિઝબુલ્લાના એક્ઝિકયુટિવ કાઉન્સિલનો પ્રમુખ બનાવાયો હતો. હાલમાં સૈફીદ્દીન હિઝબુલ્લાના એÂક્ઝકયુટિવ કાઉÂન્સલનો સભ્ય અને હસન નસરલ્લાહનો પિતરાઈ ભાઈ હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.