ફેબ્રુઆરી મહિનો હશે એન્ટરટેઈનમેન્ટથી ભરપુર
મુંબઈ, વર્ષ ૨૦૨૪ નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આ મહિનો એન્ટરટેઈનમેન્ટની દ્રષ્ટિએ જોરદાર રહેવાનો છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં બોક્સ ઓફિસ પર અલગ અલગ જોનરની ફિલ્મો રિલીઝ થવાની છે. ફેબ્રુઆરી મહિનામાં રોમાન્સ, કોમેડી અને રીયલ લાઈફ પર આધારિત ફિલ્મો લોકોને જોવા મળશે. તો ચાલો તમને પણ જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં કઈ કઈ ફિલ્મો રિલીઝ થવાની છે.
સેક્શન ૧૦૮: સેક્શન ૧૦૮ અભિનેતા નવાજુદ્દીન સદ્દિકીની ફિલ્મ છે. આ ફિલ્મ ૨ ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ એક મિસ્ટ્રી થ્રીલર ફિલ્મ છે.
તેરી બાતો મેં એસા ઉલજા જીયા ઃ શાહિદ કપૂર અને ક્રિતી સેનનની આ ફિલ્મ ૯ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની સ્ટોરી ખુબ જ અલગ છે જેના કારણે બંને હાલ ચર્ચામાં છે. ફિલ્મના કેટલાક ગીત અને ટ્રેલર અત્યાર સુધીમાં રિલીઝ થયા છે જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યા છે.
કુછ ખટ્ટા હો જાયે: જો તમને કોમેડી ફિલ્મ જોવાનો શોખ છે તો ૧૬ ફેબ્રુઆરીએ કુછ ખટ્ટા હો જાયે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી ગુરુ રંધાવા બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મ તેની સાથે અનુપમ ખેર, ઈલા અરુણ અને સઈ માંજરેકર પણ જોવા મળશે.
આર્ટિકલ ૩૭૦: જો તમને પોલિટીકલ ડ્રામા જોવાનો શોખ છે તો આર્ટિકલ ૩૭૦ ફિલ્મ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ ફિલ્મની સ્ટોરી કાશ્મીર અને આર્ટિકલ ૩૭૦ આસપાસ ફરે છે. આ ફિલ્મ ૨૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
લવ સેક્સ ધોખા ૨ઃ ૧૬ ફેબ્રુઆરીએ લવ સેક્સ ઓર ધોકા ૨ ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મની વાર્તા મોર્ડન રિલેશનશિપ પર આધારિત છે.
મિર્ગ: આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં સતીશ કૌશિકની ફિલ્મ મિર્ગ રિલીઝ થવાની છે. ૯ ફેબ્રુઆરીએ મિર્ગ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મ ચૂંટણી, ચૂંટણીનું વાતાવરણ અને ક્રાઈમ પર આધારિત છે. આ ફિલ્મમાં સતીશ કૌશિક ઉપરાત રાજ બબ્બર અને અનુપ સોની પણ મુખ્ય ભૂમિકામાં છે.SS1MS