ફેડરલ કોર્ટેનો ટ્રમ્પને ઝાટકો, ભારતીય વિદ્યાર્થીના ડિપોર્ટેશન પર રોક લગાવી

ન્યૂયોર્ક, ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો આપ્યો છે. ફેડરલ જજે ૨૧ વર્ષીય ભારતીય વિદ્યાર્થીના વિઝા રદ કરવા અને દેશનિકાલ પર હાલ પુરતી રોક લગાવી દીધી છે. કોર્ટે ગૃહ સુરક્ષા વિભાગને આ આદેશનો અમલ કરવાનો આદેશ આપ્યો છે.
અહેવાલો અનુસાર વિસ્કોન્સિન-મેડિસન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી ક્રિશ લાલ ઇસ્સરદાસાનીનો સ્ટુડન્ટ વિઝા ૪ એપ્રિલના રોજ રદ કરવામાં આવ્યો હતો.
કોર્ટના દસ્તાવેજોમાં જણાવાયું છે કે, ફાઈનલ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઇસ્સરદાસાનીને ૧૦મે ૨૦૨૫ના ગેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત થવાની હતી.૨૨ નવેમ્બર ૨૦૨૪ના રોજ જ્યારે ઇસ્સરદાસાની તેના મિત્રો સાથે બહાર જઈ રહ્યા હતો ત્યારે તેનો બીજા ગ્રુપ સાથે ઝઘડો થયો હતો. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, બાદમાં તેને છોડી દેવામાં આવ્યો હતો.
આ પછી વિઝા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે મેડિસનના એક વકીલે ક્રિશ વતી કોર્ટમાં પ્રતિબંધના આદેશ માટે અપીલ દાખલ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન િોવસ્કોન્સિનના ન્યાયાધીશ વિલિયમ કોનલીએ આદેશ આપ્યો હતો કે, ઇસ્સરદાસાનીને કોઈપણ ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. કેસની આગામી સુનાવણી ૨૮ એપ્રિલે નક્કી કરવામાં આવી છે.
અમેરિકાના મિશિગન રાજ્યમાં એક ભારતીય સહિત ૪ વિદ્યાર્થીઓએ તેમના સ્ટુડન્ટ વિઝા (હ્લ-૧ સ્ટેટસ) અચાનક નોટિસ વિના રદ કરવા સામે ફેડરલ કોર્ટમાં દાવો દાખલ કર્યાે છે. જેમાં ભારતના ચિન્મય દેવરે, ચીનના બે વિદ્યાર્થીઓ, જિયાંગ્યુન બુ અને ક્વિ યાંગ અને નેપાળના યોગેશ જોશીનો સમાવેશ થાય છે.
આ તમામ વિદ્યાર્થીઓએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ સામે આ કેસ દાખલ કર્યાે છે. તેમનું કહેવું છે કે એસઈવીઆઈએસ સિસ્ટમમાં યોગ્ય સૂચના અને કારણ વિના તેમનો વિઝા સ્ટેટસ ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યો હતો.SS1MS