FedExએ ભારતમાં ટકાઉક્ષમ વિકાસ આગળ વધારવા અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે સહયોગ કર્યો
મુંબઇ, 30 એપ્રિલ, 2024 – લોજિસ્ટિક્સ અને ડિલિવરી સર્વિસમાં વૈશ્વિક ક્ષેત્રની અગ્રણી કંપની ફેડએક્સ ભારતમાં સ્કૂલના બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા માટે સમર્પિત કાર્યક્રમ PM પોષણના અમલીકરણ અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે તેમનો સહયોગ ચાલુ રાખવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. આ સહયોગ થકી, ફેડએક્સ સમુદાયો અને પર્યાવરણ ઉપર સકારાત્મક પ્રભાવ ઊભો કરવાના ઇરાદા સાથે સામાજિક જવાબદારી અને ટકાઉક્ષમ વિકાસ પ્રત્યે પોતાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. FedEx Collaborates with the Akshaya Patra Foundation for Sustainable Growth in India
ફેડએક્સે અક્ષય પાત્ર ફાઉન્ડેશનને પનવેલ, દિલ્હી અને નરસિંગીમાં સાત ઇલેક્ટ્રિક વિહિકલ્સનું દાન આપ્યું છે. ઇંધણ-આધારિત વાહનોના બદલે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ખોરાક વિતરણ પ્રક્રિયાની કાર્યક્ષમતામાં વધારો કરીને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરવાની
સાથે સાથે બાળકોને આહાર પૂરો પાડવાના અને તેમને સશક્ત બનાવવાના મુખ્ય ધ્યેય તરફ વધુ સંશાધનો ફાળવીને ફાઉન્ડેશનને સુવિધા પૂરી પાડશે. વધુમાં, ફેડએક્સ 5,50,000 બાળકો માટે મધ્યાહન ભોજન માટે સહાયતા કરે છે.
ફેડએક્સ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશને સાથે મળીને મધ્યાહન ભોજનના વિતરણ માટે અને વહીવટી હેતુઓની સહાયતા માટે ખાસ કરીને મધ્યાહન ભોજન કાર્યક્રમ સંબંધી સહાયતા પ્રયાસો માટે ઇલેક્ટ્રિક વિહિકલ્સ (EV) રજૂ કર્યા છે. 2022માં, ફેડએક્સે પનવેલમાં સોલર પેનલ સ્થાપિત કરવા, બેલ્લામાં ઇલેક્ટ્રિક બાઇકના વિતરણ અને દિલ્હી, મુંબઇ તથા બેંગાલુરુમાં સ્કૂલના બાળકોને 1,37,602 મધ્યાહન ભોજન પૂરા પાડવા સહિત વિવિધ ટકાઉ પ્રોજેક્ટની સહાયતા માટે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે સહયોગ કર્યો હતો.
મધ્ય પૂર્વ, ભારતીય ઉપખંડ અને આફ્રિકાના વાઇસ પ્રેસિડન્ટ – ઇન્ડિયા ઓપરેશન અને કસ્ટમર એક્સપિરિયન્સ શ્રી સુવેન્દુ ચૌધરીએ જણાવ્યું હતું કે, “ફેડએક્સ ખાતે ટકાઉપાત્રતા પ્રત્યે અમારી કટિબદ્ધતા અમારી પોતાની કામગીરીથી પણ આગળ વધીને અન્ય ક્ષેત્રે વિસ્તાર પામતી જોવા મળે છે. અમે સમગ્ર વિશ્વમાં ટકાઉ પ્રણાલીઓને અપનાવવા માટે વિશ્વભરના વ્યવસાયો અને સમુદાયોને પ્રેરણા પૂરી પાડવાનો ઇરાદો ધરાવીએ છીએ.
અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે અમારો સહયોગ તેમની રોજિંદી કામગીરીઓમાં EV અને સોલર પેનલ જેવા સમન્વિત ઉપાયો થકી આ વ્યાપક ટકાઉક્ષમ પાત્રતાના પ્રયાસોને આગળ વધારીને પર્યાવરણને લાભદાયી પુરવાર થાય છે અને લાખો બાળકોના જીવનને પરિવર્તિત કરે છે.”
અક્ષયપાત્ર ફાઉન્ડેશનના CEO શ્રી શ્રીધર વેન્કટે વર્તમાન ભાગીદારી બદલ ફેડએક્સનો આભાર વ્યક્ત કરીને આ સહયોગની અસરો અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,“ ભારતના ભવિષ્યને પોષણ આપવાના અમારા મિશનમાં સહાયતા ચાલુ રાખવા બદલ અમે ફેડએક્સનો હૃદયપૂર્વક આભારી છીએ. ટકાઉક્ષમ પાત્રતા અને સમુદાય કલ્યાણ માટે તેમની કટિબદ્ધતા અમારા લક્ષ્યાંકો સાથે સંપૂર્ણ બંધ બેસે છે
અને સાથે મળીને અમે સમગ્ર દેશભરના બાળકોના જીવનમાં અનુભવી શકાય તેવું પરિવર્તન કરી રહ્યાં છીએ. ફેડએક્સની સહાયતા સાથે અમે માત્ર આહાર જ પૂરો પાડતાં નથી પરંતુ એક સકારાત્મક પરિવર્તન આગળ ધપાવી રહ્યાં છીએ અને આવનારી પેઢીઓ ઉજ્જવળ ભવિષ્યનું સર્જન કરી રહ્યાં છીએ.”
ફેડએક્સ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસો થકી વંચિત સમુદાયોના બાળકો પોષણક્ષમ આહાર, શૈક્ષણિક તકો અને આશાસ્પદ ભવિષ્ય મેળવી રહ્યાં છે. બન્ને સંગઠનો આવનારા ભવિષ્યમાં પણ ટકાઉપાત્રતાને પ્રોત્સાહન આપીને અને સમાજ ઉપર એક અમિટ છાપનું સર્જન કરીને સમુદાયોની સેવા કરવા માટે પોતાની કર્તવ્યપરાયણતા પ્રત્યે મજબૂત મનોબળ ધરાવે છે.