Western Times News

Gujarati News

FedEx Expressએ એની આંતરરાષ્ટ્રીય ઇ-કોમર્સ ક્ષમતા વધારી

FedEx

10 AMEA બજારોમાં નવી ઇન્ટરનેશનલ ડે-ડેફિનિટ સર્વિસ શરૂ

FedEx કોર્પ (NYSE: FDX)ની પેટાકંપની અને વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપનીઓ પૈકીની એક FedEx Expressએ FedEx® ઇન્ટરનેશનલ કનેક્ટ પ્લસ (FICP) સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે નવી FedEx Express ઇન્ટરનેશન, ડે-ડેફિનિટ, ઇ-કોમર્સ શિપિંગ સર્વિસ છે, જે એશિયા પેસિફિક, મધ્ય પૂર્વ અને આફ્રિકા (AMEA) વિસ્તારમાં આકર્ષક કિંમતો સાથે સ્પર્ધાત્મક ઝડપનો સમન્વય કરે છે. FedEx-Express-Strengthens-its-Cross-Border-E-commerce-Capabilities-with-FICP

FICPની શરૂઆત FedEx ઇ-કોમર્સ ક્ષમતાઓને વધુ વધારશે, કારણ કે વ્યવસાયો ઉપભોક્તાઓની સતત બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરવા વધારે વિવિધતાસભર, વાજબી ખર્ચ ધરાવતા સમાધાનો મેળવવા આતુર છે. ડેલોઇટ્ટના જણાવ્યા મુજબ, આજના ઉપભોક્તાઓ ઉત્પાદનોની સાથે સંપૂર્ણ, એન્ડ-ટૂ-એન્ડ ખરીદીના અનુભવને પ્રાથમિકતા આપે છે.

કાર્ટ એબેન્ડન્મેન્ટના બે સૌથી મહત્વપૂર્ણ પ્રેરકબળો છે – શિપિંગનો ખર્ચ અને ડિલિવરીનો વિકલ્પ – જો ડિલિવરીનો ખર્ચ અતિ વધારે હશે, તો આશરે 40 ટકા ઉપભોક્તાઓ ચેકઆઉટ નહીં કરે. જો પેકેજ સમયસર ડિલિવર નહીં થાય કે ડિલિવરીના અનુકૂળ વિકલ્પો ઉપલબ્ધ નહીં હોય, તો અન્ય 10 ટકા તેમના કાર્ટ છોડી દેશે.[1]

FICP સાથે ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ભારત, જાપાન, મેઇનલેન્ડ ચીન, મલેશિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન અને થાઇલેન્ડ સહિત 10 બજારોના ઇ-ટેલર્સ હવે તેમના ગ્રાહકોને નાણાં સામે મૂલ્ય ઓફર કરતી કિંમતો સાથે આંતરરાષ્ટ્રીય શિપિંગ સમાધાન પૂરું પાડવા સજ્જ છે, તો AMEA**ની અંદર 1થી 5 બિઝનેસ દિવસ*ની અંદર શિપમેન્ટ ડિલિવર થશે એ સુનિશ્ચિત કરે છે.

આ નવી સર્વિસ FedEx ઇન્ટરનેશનલની વિશ્વસનિયતા, ડે-ડેફિનિટ ડિલિવરી સર્વિસ, એની કસ્ટમ્સ ક્લીઅરન્સ કુશળતા સાથે મળશે. આ ટ્રેકિંગ, રીસિવર્સને નોટિફિકેશન્સ મોકલવી અને FedEx ડિલિવરી મેનેજર® મારફતે ડિલિવરીના વિકલ્પો બદલવાની સુવિધા સાથે વધારે ટેકો આપે છે, જે ઇ-ટેલર્સને તેમના ઓનલાઇન ઓર્ડર્સ પર ગ્રાહકોને વધારે વિઝિબિલિટી, નિયંત્રણ અને સુવિધા આપશે.

ઇ-ટેલર્સ અને તેમના ગ્રાહકો માટે FICPનાં મુખ્ય ફાયદામાં સામેલ છેઃ

શ્રેષ્ઠ મૂલ્ય –FICP વ્યવસાયોને સ્પર્ધાત્મક ડે-ડેફિનિટ ટ્રાન્ઝિટ પર ખર્ચમાં મોટી બચતનો લાભ આપે છે અને તેમના ગ્રાહકોને તેમની ડિલિવરીની ચોક્કસ જરૂરિયાતો સાથે આકર્ષક કિંમતોને અનુરૂપ નાણાં સામે મૂલ્ય આપે છે.

સાનુકૂળતા અને નિયંત્રણ – હોમ ડિલિવરી ઉપરાંત FICP સર્વિસ ઇ-ટેલર્સને તેમના અંતિમ  ગ્રાહકોને નજીકના સેંકડો ઉપલબ્ધ પિક-અપ લોકેશનમાંથી તેમના પેકેજ લેવાની સાનુકૂળતા તથા ડિલિવરીની તારીખ અને લોકેશન બદલવાનો વિકલ્પ આપે છે.

શ્રેષ્ઠ સંકલન – ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પ્રકારનાં શિપિંગ ઓટોમેશન સમાધાનો પેપરલેસ અનુભવ મેળવવા ઇ-ટેલર્સ માટે ઉપલબ્ધ છે.

માનસિક શાંતિ – FedExની સઘન પાર્સલ ટ્રેકિંગની ક્ષમતાઓ ઇ-ટેલર્સ અને ગ્રાહકોને સંપૂર્ણ ડિલિવરીની સફર દ્વારા વિઝિબિલિટી આપશે.

વર્ષ 2021માં એશિયા-પેસિફિકમાં ડિજિટલ રિટેલ વેચાણ આશરે 2.9 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે[2], જેમાં આ વિસ્તારમાં મેઇનલેન્ડ ચીન અને ભારતે ઇ-કોમર્સમાં વેચાણમાં લીડ જાળવી રાખી છે. આ વૃદ્ધિ ઇ-ટેલર્સને મહામારી પછી ડિજિટલ-ફર્સ્ટ યુગમાં ગ્રાહકની અપેક્ષાઓ પૂર્ણ કરવા તેમની ફિઝિકલ એસેટ્સ પર નવેસરથી વિચાર કરવા તરફ તેમજ તેમના હાલના લોજિસ્ટિક્સ નેટવર્ક્સ[3]ને અપગ્રેડ કરવા તરફ દોરી ગઈ છે.

FedEx Expressના એશિયા પેસિફિક, મધ્ય પૂર્વ અને આફ્રિકા (AMEA) રિજનના પ્રેસિડન્ટ કવલ પ્રીતે કહ્યું હતું કે, “FedExમાં મજબૂત ઇ-કોમર્સ ઇકોસિસ્ટમ ઊભી કરવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.  FICP સાથે અમે વિશ્વસનિય અને વાજબી ડિલિવરી સેવાઓ માટે ઉપભોક્તાઓની વધતી અપેક્ષાઓ પૂર્ણ કરવા વ્યવસાયો માટે આદર્શ સમાધાન ધરાવીએ છીએ. શિપિંગ સમાધાનોની બહોળી રેન્જ વ્યવસાયોને પ્રદાન કરીને અમે તેમને તેમની આંતરરાષ્ટ્રીય ઇ-કોમર્સ ઓફરને વેગ આપવા અને ઇન્ટ્રા-AMEA બજારોમાં વધુ ઓનલાઇન ગ્રાહકો સાથે જોડાવામાં મદદરૂપ થઈએ છીએ.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.