Western Times News

Gujarati News

FedEx વૈશ્વિક વેપારની કામગીરીને મજબૂત બનાવવા માટે 350 મિલિયન ડોલરનું રોકાણ કરશે

મુંબઈ, FedEx Corp. (NYSE: FDX) ની પેટાકંપની અને વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપનીઓ પૈકીની એક FedEx Express (FedEx) દુબઈ સાઉથમાં દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ (ડીડબ્લ્યુસી) ખાતે અત્યાધુનિક હબ સ્થાપીને મીડલ ઇસ્ટ, ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ એન્ડ આફ્રિકા (એમઈઆઈએસએ)માં તેની હાજરીને વિસ્તારી રહી છે.

દુબઇ એરપોર્ટ્સના ચેરમેન અને એમિરેટ્સ એરલાઇન એન્ડ ગ્રુપના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ માનનીય શેખ એહમદ બિન સઈદ અલ મોક્તુમની સાથે FedEx કોર્પોરેશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ રાજ સુબ્રમણ્યમ, FedEx એક્સપ્રેસ પ્રેસિડેન્ટ અને એરલાઇન એન્ડ ઇન્ટરનેશનલ સીઈઓ રિચાર્ડ ડબ્લ્યુ. સ્મિથ અને FedEx એક્સપ્રેસ એમઈઆઈએસએ પ્રેસિડેન્ટ કામી વિશ્વનાથન દ્વારા આ ફેસિલિટીનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ નવા FedEx રિજનલ હબમાં 350 મિલિયન ડોલરથી વધુના લાંબા ગાળાના રોકાણ કરવામાં આવ્યું છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીકલ સુધારા પર ધ્યાન આપે છે. આ રોકાણ અત્યાધુનિક ટેક્નોલોજી અને નવીનતમ પ્રેક્ટિસીસ સાથે તેની કામગીરીમાં ક્રાંતિ લાવવા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે.

“અમારા નવા રિજનલ હબની સ્થાપના એમઈઆઈએસએ રિજનમાં અમારી હાજરી તથા ક્ષમતાઓને નોંધપાત્ર પ્રમાણમાં વધારે છે. આ રોકાણ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે જ નથી, પરંતુ તે રિજનની કનેક્ટિવિટીને સુધારવામાં પ્રદાન આપશે અને વૈશ્વિક વ્યાપાર કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે”, એમ એક્સપ્રેસ પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એરલાઇન એન્ડ ઈન્ટરનેશનલ રિચાર્ડ ડબ્લ્યુ.

સ્મિથે જણાવ્યું હતું. “વૈશ્વિક વેપારમાં યુએઈ અને દુબઈની ભૂમિકાને જોતા અમારું રિજનલ હબ ન કેવળ વિશ્વની 45 ટકા વસ્તી ધરાવતા અને ભારત તથા સાઉદી અરેબિયા જેવા મહત્વના માર્કેટ્સ ધરાવતા એમઈઆઈએસએ રિજનમાં સેવાઓ પૂરી પાડવાનું ધ્યેય ધરાવે છે, પરંતુ 220થી વધુ દેશો તેમજ વિસ્તારોને જોડતા અમારા ગ્લોબલ એર નેટવર્કનો મહત્વનો હિસ્સો પણ છે.”

“આ હબ એ દરેકના માટે વધુ સ્માર્ટ અને વધુ ટકાઉ સપ્લાય ચેઇન બનાવવાના અમારા વિઝન તરફ વધુ એક નોંધપાત્ર પગલું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ડિજિટલ ક્ષમતાઓમાં લેટેસ્ટ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભેળવવાથી અમે અમારી કાર્યક્ષમતામાં વધારો કરી શકીએ છીએ અને સ્પર્ધાત્મકતાને પુનઃવ્યાખ્યાયિત કરવા તથા વ્યાપારની વૃદ્ધિને આગળ ધપાવવા માટે અમારા ગ્રાહકોને નવી ક્ષમતાઓ પૂરી પાડી શકીએ છીએ અને પ્રકારે વધુ કનેક્ટેડ અને સ્થિતિસ્થાપક ગ્લોબલ ટ્રેડ ઇકોસિસ્ટમમાં પ્રદાન કરીએ છીએ” એમ FedEx મિડલ ઇસ્ટ, ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ અને આફ્રિકાના પ્રેસિડેન્ટ કામી વિશ્વનાથને જણાવ્યું હતું.

57,000 ચોરસ મીટરની સુવિધામાં અદ્યતન ટેક્નોલોજીસનો સમાવેશ થાય છે જેમાં ઓટોમેટેડ સૉર્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે જે સુવિધામાંથી પેકેજ પ્રોસેસિંગ અને ડિસ્ટ્રીબ્યુશનની કાર્યક્ષમતા, ચોકસાઈ અને ઝડપને વધારે છે. આ હબ માલસામાનને અસરકારક રીતે સ્કેન કરવા અને સુરક્ષા વધારવા માટે બે ઓટોમેટેડ હાઇ-સ્પીડ એક્સ-રે મશીનો પણ ધરાવે છે.

સમર્પિત 170 ચોરસ મીટરનો કોલ્ડ સ્ટોરેજ વિસ્તાર ટેમ્પરેચર-સેન્સિટિવ શિપમેન્ટની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. 2040 સુધીમાં ટકાઉપણા અને કાર્બન-ન્યૂટ્ર્લ કામગીરીના અમારા ધ્યેયને હાંસલ કરવા માટે FedEx પ્રતિબદ્ધતા દર્શાવતા, આ હબ ઓપરેશનલ અને કર્મચારી વાહનો માટે ઓલ-ઇલેક્ટ્રિક ગ્રાઉન્ડ ફ્લીટ અને ચાર્જિંગ સ્ટેશન ધરાવે છે. નવા હબમાં અમારું રોકાણ યુએઈ મારફતે બાકીના વિશ્વ સાથે ભારતની કનેક્ટિવિટી વધારે છે અને તે પ્રદેશની લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમનો એક અભિન્ન ઘટક બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.