કર્ણાટકની સીની શેટ્ટીએ ફેમીના મિસ ઇન્ડિયાનો તાજ જીતી
આપણા દેશને આ વર્ષની મિસ ઈન્ડિયા મળી ગઈ છે. કર્ણાટકની સીની શેટ્ટીએ મિસ ઇન્ડિયાનો સુંદર તાજ તેના નામે કર્યો છે. 31 ફાઇનલિસ્ટને હરાવીને એમને આ અદભૂત તાજ પોતાના નામે કર્યો છે.
View this post on Instagram
ત્યાં જ રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની અને ઉતર પ્રદેશની શીનાતા ચૌહાણ સેંકડ રનર અપ બની છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ ઈન્ડિયા બનવાની સ્પર્ધા ઘણી અઘરી પણ મજેદાર હતી. મિસ ઈન્ડિયાની 6 લોકોની જજ પેનલે દરેક વાતને ધ્યાનમાં લઈને એક વિજેતાને પસંદ કરવાની હતી. આ વખતે જજ પેનલમાં મલાઇકા અરોડા, નેહા ધૂપિયા, ડિનો મોરિયો, રાહુલ ખન્ના, રોહિત ગાંધી અને શામક ડાવર શામેલ હતા.
બીજા ઘણા બૉલીવુડ સેલિબ્રિટીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કૃતિ સેનને રેડ કાર્પેટ તેની અદાઓ વિખરાવી હતી. નેહા ધૂપિયાને જજ પેનલમાં શામેલ કરવામાં આવી હતી કારણકે તેને મિસ ઈન્ડિયાનું તાજ જીત્યું તેને 20 વર્ષ પૂર્ણ થયા હતા.
View this post on Instagram