Western Times News

Gujarati News

ફિરોઝ ખાને પોતાના કામના દમ પર ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી હતી

મુંબઈ, ફિરોઝ ખાનનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૩૯ના રોજ બેંગલુરુમાં થયો હતો. તેમનું સાચું નામ ઝુલ્ફીકાર અલી શાહ ખાન તનોલી છે. તેમના પિતા સાદિક અલી ખાન તનોલી મૂળ અફઘાનિસ્તાનના ગઝનીના હતા, જ્યારે તેમની માતા ફાતિમા ઈરાની હતી.ફિરોઝ ખાનને ચાર ભાઈઓ છે, સંજય ખાન (શાહ અબ્બાસ ખાન), શાહરૂખ શાહ અલી ખાન, સમીર ખાન અને અકબર ખાન. આ સિવાય તેની બે બહેનો ખુર્શીદ શાહનવર અને દિલશાદ બેગમ શેખ છે.

ફિરોઝ ખાને પોતાના કામના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી. અભિનય સિવાય તેણે દિગ્દર્શન અને નિર્માણ ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો હતો. તેણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ૬૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો અને તે બોલિવૂડના લોકપ્રિય સ્ટાઈલ આઈકોનમાંથી એક બન્યો. ૨૭ એપ્રિલ ૨૦૦૯, તેમણે દુનિયાને અલવિદા કહ્યું. ફિરોઝ ખાન જેટલો તેની પ્રોફેશનલ લાઈફ માટે સમાચારમાં હતો તેટલો જ તેણે પોતાની પર્સનલ લાઈફ માટે પણ હેડલાઈન્સમાં રહેતો હતો.

ફિરોઝ ખાને ૧૯૬૫માં સુંદરી સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. સુંદરી છૂટાછેડા લીધેલ હતી જેને પહેલેથી જ એક પુત્રી હતી. લાંબા અફેર પછી બંનેએ લગ્ન કરી લીધા. ફિરોઝ અને સુંદરીને બે બાળકો છે, ફરદીન ખાન અને લૈલા ખાન. ફિરોઝે સુંદરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ તેમનું લગ્નજીવન જરાય સુખી ન હતું. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સુંદરી સાથે પરિણીત સંબંધમાં હતા ત્યારે ફિરોઝનું એક એર હોસ્ટેસ સાથે અફેર હતું.

ફરદીને પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે. ફરદીને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૧૯૯૮માં ફિલ્મ ‘પ્રેમ અગન’થી કરી હતી. આ પછી પણ તેની ઘણી ફિલ્મો આવી, પરંતુ તેને ક્યારેય તેના પિતાની જેમ સફળતા મળી નથી. તમને જણાવી દઈએ કે એક્ટર ફરદીને ૨૦૦૫માં મુમતાઝની દીકરી નતાશા સાથે લગ્ન કર્યા હતા.

ફરદીને નતાશાને ફ્લાઈટમાં પ્રપોઝ કર્યું હતું જ્યારે તે લંડનથી અમેરિકા જઈ રહ્યો હતો. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, બંન્ને છુટાછેડા લઈ લીધા છે. ફરદીન બે બાળકોનો પિતા છે. ફરદીને ‘પ્રેમ અગન’, ‘જંગલ’, ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘લવ કે લિયે કુછ ભી કરેગા’, ‘હમ હો ગયે આપકે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

ફિરોઝ ખાનનું ૨૭ એપ્રિલ ૨૦૦૯ના રોજ ૬૯ વર્ષની વયે ફેફસાના કેન્સરથી અવસાન થયું હતું. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર થઈ. ફિલ્મોમાં તેમના અભિનયની માત્ર એક અભિનેતા તરીકે જ પ્રશંસા કરવામાં આવી ન હતી, પરંતુ વેલકમ અને અન્ય ઘણી ફિલ્મોમાં તેમને વિલન તરીકે પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. ફિરોઝ ખાનની છેલ્લી ફિલ્મ ‘વેલકમ’ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.