Western Times News

Gujarati News

તહેવારો આપણાં દેશની ઈકોનોમીને મજબૂત કરે જ છે

Files Photo

પરંતુ પૈસાને એક ઘરેથી અન્ય ઘરે ફરતો પણ રાખે છે અને એથી વિશેષ જે માનવજાતને મળે છે તે ગણી શકાય અથવા તેનું મૂલ્ય કરી શકાય તેમ નથી

બ્યુટી પાર્લરથી માંડી, ખાણી પીણીના સ્ટોલના આયોજકો, મિઠાઈ-ફરસાણની દુકાનો, તહેવારમાં સારી એવી કમાણી કરી લે છે

એક પણ દિવસ હવે એવો નહીં હોય જેને તમે ઉજવી ન શકો, કારણ કે આપણે ત્યાં અનેક સંસ્કૃતિની ધરોહર મુકાયેલી છે. આપણો ધર્મ પણ અનેકતામાં એકતા સમાન છે. અન્ય્‌ દેશોમાં મહિને એક વાર એક દિવસ ઉજવવાનો હશે જયારે ભારત દેશમાં મહિને એક કે બે જ દિવસ એવા હશે જયારે કોઈ તહેવારની ઉજવણી નહી હોય, દરેક તહેવારની ફળશ્રુતિ એટલે તમે કેટલો અને કેવો આનદ કર્યો જેનાથી તમને સંતોષ મળ્યો, એ જ સાચું ઉજવણીનું ગણિત છે.

ઓછામાં પુરુ નવરાત્રી એટલે એકધારા નવ દિવસ, રાત્રીને નૃત્ય દ્વારા ઉજવવાની, વિશ્વનો સૌથી લાંબો નૃત્ય ઉત્સવ, જયાં માનવમન મન મુકીને નૃત્ય કરે છે, જેને આપણે ગરબા કહીએ છીએ. હજુ ગરબાનો થાક ઉતરે નહી ત્યાં દિવાળી આપણા દરવાજે આવીને ઉભી રહે છે. આ તહેવારો આપણા દેશની ઈકોનોમીને મજબુત કરે જ છે પરંતુ પૈસાને એક ઘરેથી અન્ય ઘરે ફરતો પણ રાખે છે અને એથી વિશેષ છે માનવજાતને મળે છે તે ગણી શકાય અથવા તેું મુલ્ય કીર શકાય તેમ નથી.

આ વર્ષે કેટલાનો વેપાર થયો અને ક્યાં ઓનલાઈન પ્લેટફોર્મ પર સૌથી વધુ વેચાણ થયું તેના કરતા પણ ખૂબ મહત્વની ઘટનાઓની સાક્ષી બનવાનો મોકો મને મળ્યો છે. દશેરાએ કેટલા વાહન વેચાયા અને કેટલા કરોડના ગાંઠિયા જલેબી લોકોએ ખાધા તેના કરતા થાકેલા દરેક વ્યક્તિ તેના બાળક માટે રાત ઉજાગર કરીને તેની સાથે ગરબે, નવા સ્ટેપમાં રમ્યો તે વધુ આનંદદાયક ઘટના છે.

ઘણી જગ્યા પર અર્વાચીન ગરબામાં આયોજકો માત્ર યુવાનો નહી પરંતુ ૬૦ વટાવી ચૂકેલ સ્ત્રી પુરુષોને જાેયા. કેટલાય દાદા-દાદી માત્ર ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકવા માટે નહિ પરંતુ નિજાનંદ માટે ટિટોડો રમતા હતા. દરેક જગ્યાએ વાહન પાર્કીંગની વ્યવસ્થા જાળવવામાં લોકોએ મદદ કરી અને ખૂબ વિશાળ આયોજન હોય કે નાના આયોજન, દરેક જગ્યાએ ખેલૈયાઓ તો હતા જ દરેક ગરબાની વચ્ચે જેમ ફિલ્મી ગીતો તેવી જ રીતે દરેક ગરબા અંતે આપણો રાષ્ટ્રધ્વજ લઈને લોકો દેશ ભક્તિના ગીતો પર પણ જુમતા.

માતાજીના ગરબામાં બધા રમવા માટે આવતા પરંતુ તેને લીધે નવી પેઢી અને બાળકોને માતાજી એટલે કે શક્તિ સ્વરૂપની સમજ પણ કેળવાતી, દીકરી એટલે માત્ર સ્ત્રી નહીં પણ શક્તિ સ્વરૂપ જગદબાનું બાળ સ્વરૂપ, જેને આ નવ દિવસ ખૂબ પ્રેમ અને કાળજી સાથે સાચવવામાં આવે જેથી દરેક દીકરીને તેનામાં પણ કઈ વિશેષ છે, તેવું સમજાતું, પ્રાચીન ગરબીમાં એક થી બે મહિના પ્રેક્ટિસ કરીને ગરબે ઘુમતી બાળા તેના નૃત્ય કરવાના મનોભાવનું એક અલગ જ ભાવજગતમાં લઈ જતી હોય છે

આપણે કદાચ અન્યનું જાેઈને તેવા જ ચણિયા ચોળી લીધા હશે પરંતુ ગરબે બિન્દાસ રમવાનો આંદ કોપી થઈ શકતો નથી કે સરખામણી થઈ શકતી નથી. દિવસ આખો નોકરી કરીને કે ઘરકામ કરીને, થાકી જતો માનવી રાત્રે ગરબે ઘુમીને એટલો સ્વસ્થ થઈ જાય કે પોતાની તકલીફોની ભૂલી શકે છે. નવ દિવસનો આ આનંદ આવતું આખુ વર્ષ જિંદગીને વધુ મોજીલી કરવાનો જુસ્સો આપે છે.

જાે તમે માત્ર અન્યનું જાેઈને ગરબે ઘુમ્યા છો તો આ તહેવારમાં તમે નુકસાન કર્યું કહેવાય કારણ કે શક્તિની ભક્તિ સાથે માનવીને પોતાનું મન રિચાર્જ કરવાનો મોકો આપે છે. નવરાત્રી દિવસે કામ કરીને થાકતો માનવી આ નવ દિવસ રાત્રે રમવાનું ન ચૂકતો નથી કારણ કે આ તેને ગમતો તહેવાર છે. ન ગમતું કામ કરીને જયારે ગમતું નૃત્ય કરવાનો સમય આવે ત્યારે તેની ઉર્જા બમણી થઈ જાય છે માટે આ તહેવારની ફળશ્રુતિ અને માતા જગદંબાના આશીર્વાદ એટલે તમે કેટલા આનંદ કરી શક્તિનો ના સ્ત્રોત સાથે ઓતપ્રોત થયા છો એ જ ! અને જાે તમે એએ આનંદ કે સંતોષ નથી માણતા તો તમે માત્ર ઉજાગરા કર્યા કહેવયા. જય માતાદી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.