લખનઉ એરપોર્ટ પર સ્કેનિંગ દરમિયાન બોક્સમાંથી ભ્રૂણ મળ્યું
લખનઉ, ઉત્તર પ્રદેશના લખનઉના ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કાર્ગાે સ્કેનિંગ દરમિયાન એક બોક્સમાંથી ગર્ભ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ભ્રૂણને લખનૌથી મુંબઈ તપાસ માટે મોકલવામાં આવી રહ્યું હતું.
લખનઉના ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કાર્ગાે સ્કેનિંગ દરમિયાન એક બોક્સમાંથી ભ્રૂણ મળી આવ્યું હતું. કહેવાય છે કે આ પાર્સલ લખનૌથી મુંબઈના એક સરનામે બુક કરવામાં આવ્યું હતુંપાર્સલમાં ભ્રૂણ જોઈને કાર્ગાે કામદારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઉપરાંત તાત્કાલિક કુરિયર પહોંચાડવા આવેલા એજન્ટને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પછી યુવકને સીઆઈએસએફને સોંપવામાં આવ્યો હતો. જે બાદ સીઆઈએસએફ તેની પૂછપરછ કરી રહી છે.અત્યાર સુધીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે લખનૌના દંપતીએ આઈવીએફ કરાવ્યું હતું. ભ્રૂણને તપાસ માટે મુંબઈ મોકલવામાં આવી રહ્યું હતું. કુરિયર કંપનીએ ભ્રૂણને રોડ માર્ગે મોકલવાનું હતું.
પરંતુ ભૂલથી કાર્ગાેમાં મોકલવામાં આવ્યો હતો.આ મામલામાં ડીસીપી સેન્ટ્રલ રવિના ત્યાગીએ કહ્યું કે, લખનૌ એરપોર્ટ કાર્ગાે કોમ્પ્લેક્સમાંથી ભ્રૂણ મળી આવ્યું હતું. આ અંગે કુરિયર માટે આવેલા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.
હાલમાં એવી વાત સામે આવી રહી છે કે, કોઈએ ભ્‰ણને પરીક્ષણ માટે મુંબઈ મોકલ્યું છે. પરંતુ, એજન્ટ હવાઈ માર્ગે જવા માટે કોઈ દસ્તાવેજો બતાવી શક્યો નથી.SS1MS