ફ્લાઈટ મોડી પડતાં સ્ટાફ અને મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી
નવી દિલ્હી, દિલ્હી એરપોર્ટ પર પટના જતી સ્પાઈસજેટ ફ્લાઈટ ૨ કલાકથી વધુ મોડી થતા મુસાફરો અને એરલાઈન સ્ટાફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ કારણે મુસાફરો ઉશ્કેરાઇ જતાં ચર્ચા શરૂ થઇ હતી. દિલ્હી-પટના ફ્લાઈટ નંબર (૮૭૨૧)ના એક મુસાફરે જણાવ્યું કે, નવી દિલ્હીના એરપોર્ટના ટર્મિનલ ૩ પરથી સવારે ૭.૨૦ વાગ્યાનો ફ્લાઇટનો સમય હતો. પેસેન્જરે કહ્યું, પ્રથમ તો એરલાઇન સ્ટાફે કહ્યું કે, હવામાનની સમસ્યાને કારણે ફ્લાઇટ મોડી પડી હતી, પરંતુ બાદમાં વિલંબનું કારણ ટેકનિકલ ખામીઓ ગણાવી હતી.
પેસેન્જરના જણાવ્યા મુજબ, ફ્લાઇટ સમયસર ન ઉપડવાના કારણે મુસાફરો એરપોર્ટ પર એરલાઇન સ્ટાફ સાથે ઉગ્ર દલીલ કરવા લાગ્યા હતા. આખરે સવારે ૧૦.૧૦ કલાકે વિમાને ઉડાન ભરી હતી. સ્પાઈસ જેટ તરફથી આ મુદ્દે કોઈ નિવેદન સામે આવ્યુ નથી.