Western Times News

Gujarati News

અમરેલીના જંગલમાં સિંહોના વિસ્તારમાં વિકરાળ આગ

અમરેલી, રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક સિંહોના વસવાટવાળા વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બાવળની ઝાડીઓમાં લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે વન વિભાગ અને ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મળતી માહિતી મુજબ, રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક આજે સવારે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ વિસ્તાર સિંહો, દીપડા અને હરણ જેવાં અનેક વન્યજીવોનું ઘર હોવાથી વન વિભાગની ચિંતામાં વધારો થયો હતો.

આગને કાબૂમાં લેવા માટે પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્સ અને શ્વાન એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓના ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી.

રાજુલાના રામપરા નજીક ટોરેન્ટ કંપનીની ૧૦૦૦ વીઘાથી વધુ જમીન આવેલી છે, જે પડતર હાલતમાં હોવાથી ત્યાં મોટા પ્રમાણમાં બાવળ ઊગી નીકળ્યા છે. આ બાવળોની ઝાડીઓમાં સિંહો ઉપરાંત અનેક વન્યજીવો વસવાટ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.