વિશાલા સર્કલ પાસે રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ: ૩ ફાયરકર્મી દાઝ્યા
(એજન્સી)અમદાવાદ, શહેરમાં વિશાલા પાસે રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. રમકડાના ગોડાઉન પર ૧૫થી વધુ ફાયર ફાઇટર કામે લાગ્યા હતા. કલાકોની જહેમત બાગ હાલ આગને કાબુમાં લઇ લેવામાં આવી હતી. હાલ ચીફ ફાયર ઓફિસર સહિત અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદના વિશાલા નજીક આગ લાગી હતી. વિશાલા નજીક આવેલી રમકડાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગ પર કાબુ મેળવવા ફાયબ્રિગેડના જવાનો તથા ૧૫ વાહનો અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર્સ સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા..
આ ગોડાઉનમાં પ્લાસ્ટિક ઉપરાંત બેટરી સંચાલિત રમકડાંના જથ્થામાં લાગી આગ લાગી હતી. જેના કારણે આગ બુઝાવવા માટે ગયેલા ફાયરબ્રિગેડના ત્રણ જવાનોને સામાન્ય ઈજા પહોંચી છે.
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, જે એન ખડિયાના જણાવ્યા પ્રમાણે, વિશાલા સર્કલ છે ત્યાં એક બરફની ફેક્ટરી છે અને તેની પાસે એક રમકડાંનું ગોડાઉન છે. આ રમકડાનું ગોડાઉન ત્રણ માળનું છે અને લાંબુ અને એલ આકારનું છે. જેમા કોઇ કારણસર આગ લાગી ગઇ હતી. બેટરીવાળા રમકડામાં આગ લાગી ગઇ છે અને આમાં બ્લાસ્ટ થતા અમારા ત્રણ માણસો ઇજાગ્રસ્ત થયા છે.
જેને સારવાર માટે વી. એસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હાલ તમામ બાજુથી પાણીનો મારો કરીને આગને કંટ્રોલમા લીધી છે. હજી આગળની કામગીરી ચાલુ છે. ફાયર વિભાગના ૪૫ જેટલો સ્ટાફ સહિત ૧૫ જેટલા વાહનો ઘટનાસ્થળે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે.અમદાવાદના સરખેજ વિસ્તારમાં વિશાલા સર્કલ પાસે આવેલી બરફની ફેક્ટરીની બાજુમાં રમકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ૧૦થી વધુ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.
ગોડાઉનની આસપાસ જેટલી પણ અન્ય દુકાનો કે ગોડાઉન આવેલાં છે તેને ખાલી કરાવવામાં આવ્યાં હતાં. રમકડાનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. ચીફ ઓફિસર સહિતના અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા.