તુર્કીના સ્કી રિસોર્ટમાં ભીષણ આગ, મૃતકોની સંખ્યા ૭૫ને પાર
અંકારા, તુર્કિયેમાં જાણીતી ૧૨ માળની સ્કિ રિસોર્ટની હોટેલમાં ભીષણ આગને પગલે ૭૫ લોકોના મોત થયા છે. ઇસ્તંબુલની પૂર્વમાં ૩૦૦ કિમી. દૂર આવેલા રિસોર્ટની ઘટનામાં વ્યાપક નુકસાનના અહેવાલ છે. હોટેલમાં ફાટી નીકળેલી આગમાં ૫૧ લોકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
બોલુ પ્રાંતના કર્તાલકાયા રિસોર્ટની ગ્રાન્ડ કર્તાલ હોટેલમાં વહેલી સવારે ૩ઃ૨૭ કલાકે આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા. ફાયરબ્રિગેડે ૪.૧૫ કલાકે કામગીરી શરૂ કરી દીધી હતી.
તુર્કિયેના આંતરિક મંત્રી અલી યર્લિકાયાએ જણાવ્યું હતું કે, “અમે બહુ દુઃખ અનુભવી રહ્યા છીએ. આગમાં ૬૬ લોકોએ જીવ ગુમાવ્યો છે.” આરોગ્ય મંત્રી કેમાલ મેમિસોગ્લુએ જણાવ્યું હતું કે, “ઇજાગ્રસ્તોમાં એક વ્યક્તિ ગંભીર સ્થિતિમાં છે. જ્યારે ૧૭ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.”
સરકારે આગની તપાસ માટે છ સભ્યોની નિમણૂક કરી છે. આગ હોટેલના રેસ્ટોરન્ટમાંથી શરૂ થઇ હોવાની આશંકા છે. અગાઉ ગવર્નર અબ્દુલઝીઝ અયદીને જણાવ્યું હતું કે, “બે વ્યક્તિએ ગભરાટમાં બિલ્ડિંગ પરથી કૂદકો માર્યાે હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. કેટલાક લોકોએ રુમમાંથી ચાદરો અને બ્લેન્કેટ દ્વારા નીચે ઉતરવાનો પ્રયાસ કર્યાે હતો.”
પ્રમુખ રિસેપ તય્યિપ અર્ડાેગને જણાવ્યું હતું કે, “સવારે બોલુ ખાતેની હોટેલમાં આગ લાગવાથી આપણા ભાઇઓ અને બહેનોએ જીવ ગુમાવ્યો છે. ઘટના માટેના દોષિતોને શોધવા તમામ જરૂરી પગલાં લેવાશે.”SS1MS