Western Times News

Gujarati News

એક પુત્ર શહિદ થયો છતાં એક પુત્રને ફરી દેશ સેવા માટે ભારતીય સેનામાં મોકલવાની દંપત્તિની ખુમારી

એકનો એક પુત્ર ર૦રરમાં એરફોર્સમાં શહીદ થયો હતો -કોડીનારમાં દીકરો શહીદ થયા બાદ પ૦ વર્ષે ફરીવાર માતા-પિતા બન્યાં -પ્રજાસત્તાક દિવસે ફરી આ પરિવારમાં કિલકારીઓ ગુંજી ઉઠી

(એજન્સી)કોડીનાર, કોડીનાર તાલુકાના દુદાણા ગામનો ચૌહાણ પરીવાર આઅજે દેશ સેવાનું એક અનોખું ઉદાહરણ પુરું પાડે છે. વર્ષ ર૦રરમાં એકનો એક પુત્ર ભારતીય એરફોર્સમાં શહીદ થતા પરીવાર સંતાન વિહોણો બની ગયો હતો. ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે ફરી આ પરીવારમાં કિલકારીઓ ગુંજી ઉઠી છે.

આઈવીએફ ટેકનોલોજીથી ૪૯ વર્ષના કંચનબેન પ્રતાપભાઈ ચૌહાણે ટવીન્સ પુત્રને જન્મ આપ્યો છે. ર૦રરમાં એક પુત્ર દેશ સેવામાં શહીદ થવા બાદ દેશભકિતના રંગે રંગાયેલા પિતાએ જન્મ લીધેલા બે પુત્ર પૈકી એક પુત્રને ફરીથી સેનામાં મોકલવાની ખુમારીર સાથે તૈયારી દર્શાવી છે.

વર્ષ ર૦રરમાં પ્રતાપભાઈ અને કંચનબેનનો એકમાત્ર સંતાન નીરવસિંહ એરફોર્સમાં શહીદ થતા પરીવાર પર વજ્રઘાત થયો હતો. ત્યરબાદ કોડીનારની આર.એન.વાળા હોસ્પિટલમાં મહીલા તબીબ તરીકે કામ કરતા ડો.શ્વેતા વાળાએ પ૦ વર્ષના કંચનબેન ચૌહાણને આઈવીએફ ટેકનોલોજી થકી ગર્ભધારણ કરવાની બે પુત્ર રત્નનો જન્મ થયો,

પ્રજાસત્તાક પર્વના દિવસે જ ફરી માતા-પિતા બનનાર ચૌહાણ દંપતીએ જન્મેલા એક પુત્રને ફરી દેશ સેવા માટે ભારતીય સેનામાં મોકલવાનું દ્રષ્ટાંત ખુમારી સાથે પુરુ પાડયું છે. કોડીનાર શહેરના અગ્રણીઓ પણ એવું કહે છે કે, ભારત માતાએ એક પુત્ર લઈ લીધો તો આજે ર૬-જાન્યુઆરીએ જ બે પુત્રોની ભેટ આપી દીધી.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.